ભારત સેમી ફાઈનલની મેચ કોની સામે રમશે? આ વખતના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડીયા બધી ટીમો પર છવાઈ ગઈ છે. ભારતે 7માંથી 7 માં જીત મેળવીને સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવનારી પહેલી ટીમ બની છે. ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે શ્રીલંકાને 302 રનથી પરાજય આપ્યો હતો. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતની આ સૌથી મોટી જીત છે.
આ વખતના વર્લ્ડ કપમાં ભારતનું પલડું ભારે છે. એકમાત્ર ભારત જ 7માંથી 7 મેચ જીત્યું છે. જોકે પોઈન્ટ ટેબલમાં તે બીજા નંબરે છે કારણ કે રનરેટ વધારે હોવાથી ભારત કરતાં સાઉથ આફ્રિકા નંબર વન ટીમ બની છે. આ જીત સાથે ભારતના પોઈન્ટ 14 છે. પોઈન્ટ ટેબલમાં તે પહેલા નંબરે છે જોકે સાઉથ આફ્રિકાનો રનરેટ વધારે છે.

ભારત સેમી ફાઈનલની મેચ કોની સામે રમશે?
15 નવેમ્બરે પહેલી સેમી ફાઈનલ
વર્લ્ડ કપ ટ્રોફીની દિશામાં રમાતી પહેલી મોટી ઈનિંગ એટલે સેમી ફાઈનલ. હાલના કપની સેમી ફાઈનલની પહેલી મેચ 15 નવેમ્બરે મુંબઈમાં રમાશે. ભારત સેમી ફાઈનલમાં પ્રવેશનારી પહેલી ટીમ બની છે. સેમી ફાઈનલમાં કુલ 4 ટીમ આવશે જેમાં ભારત, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થઈ શકે છે. બીજી ટીમો પણ આવી શકે છે. સેમી ફાઈનલમાં ભારતની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે રમાય તેવી પૂરી સંભાવના છે.
ભારત હાલ પહેલા નંબર છે તેથી સેમી ફાઈનલમાં તેનો મુકાબલો ચાર નંબરની ટીમ સાથે થશે. 2જા નંબરે આવતી ટીમ ચોથા નંબરવાળી ટીમ સાથે ટકરાશે અને છેલ્લે 19 નવેમ્બરે આમાંથી 2 ટીમ ફાઈનલમાં ટકરાશે જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. ભારત ચોથા નંબરે આવતી ટીમ સામે સેમી ફાઈનલમાં ટકરાય તે નક્કી છે. ચોથા નંબરે ન્યૂઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયા આવી શકે છે.
વર્લ્ડ કપ જીતવાનો ભારતનો કેટલો ચાન્સ
આ વખતના વર્લ્ડ કપ ટીમ ઈન્ડીયા જોરદાર ફોર્મમાં છે. અત્યાર સુધી 7માંથી 7 મેચમાં જીત મેળવી છે એ ઉપરથી તેના વિનિંગ પાવરની જાણ થઈ શકે. એટલે આ જ ગતિએ ભારતનું પ્રદર્શન ચાલું રહ્યું તો તેને વર્લ્ડ કપ જીતતા કોઈ નહીં રોકી શકે.
55 રનમાં શ્રીલંકાની ટીમ ઓલઆઉટ
વર્લ્ડ કપમાં શ્રીલંકાનો આ સૌથી શરમજનક પરાજય છે. કારણ કે માત્ર 55 રનમાં આખી ટીમ ઓલઆઉટ થઈ હતી. શ્રીલંકાનો એક પણ બેટર ભારતના બોલર સામે ચાલ્યો નહોતો અને ધડાધડ પેવેલિયન ભેગા થઈ રહ્યાં હતા. આ મેચમાં શ્રીલંકાનું પ્રદર્શન એટલું ખરાબ રહ્યું કે તેને જિંદગીભર યાદ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……
1 comment
[…] ભારત સેમી ફાઈનલની મેચ કોની સામે રમશે? […]
Comments are closed.