Abhayam News
AbhayamSports

IPL 2024 પહેલા ઉથલપાથલના એંધાણ

Rumors of upheaval ahead of IPL 2024

IPL 2024 પહેલા ઉથલપાથલના એંધાણ IPL 2024 પહેલા ફ્રેન્ચાઇઝી તેની ટીમ સેટ કરવામાં વ્યસ્ત છે. ખેલાડીઓને બહાર કાઢવા અને જાળવી રાખવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઘણા ખેલાડીઓને લઈને પણ આવા સમાચાર આવવા લાગ્યા છે. એક રિપોર્ટ અનુસાર પંજાબ કિંગ્સ IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી સેમ કુરાનને બહારનો રસ્તો બતાવી શકે છે. રિલીઝની યાદીમાં ઘણા વધુ ખેલાડીઓના નામ પણ સામેલ છે.

Rumors of upheaval ahead of IPL 2024

તમામ ફ્રેન્ચાઈઝી પોતાની ટીમો ગોઠવવામાં વ્યસ્ત

IPL 2024 શરૂ થવામાં લગભગ 4-5 મહિના બાકી છે. આ પહેલા તમામ ફ્રેન્ચાઈઝી પોતાની ટીમો ગોઠવવામાં વ્યસ્ત છે. ખેલાડીઓને બહાર કાઢવા અને જાળવી રાખવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઘણા ખેલાડીઓને લઈને પણ આવા સમાચાર આવવા લાગ્યા છે.

એક રિપોર્ટ અનુસાર પંજાબ કિંગ્સ IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી સેમ કુરાનને બહારનો રસ્તો બતાવી શકે છે. રિલીઝની યાદીમાં ઘણા વધુ ખેલાડીઓના નામ પણ સામેલ છે. પંજાબ કિંગ્સ IPL ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી સેમ કુરાનને રિલીઝ કરી શકે છે. પંજાબે IPL 2023ની મીની હરાજીમાં સેમ કુરનનો સમાવેશ કર્યો હતો.

IPL 2024 પહેલા ઉથલપાથલના એંધાણ

સેમને પંજાબ કિંગ્સે 18.5 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ તેને મળેલી જંગી કિંમત પ્રમાણે તે પ્રદર્શન કરી શક્યો ન હતો. તમને જણાવી દઈએ કે IPL 2023માં સેમ કુરેને 14 મેચમાં 10થી વધુના ઈકોનોમી રેટથી રન આપ્યા હતા અને માત્ર 10 વિકેટ લીધી હતી. આ સિવાય તેણે 276 રન બનાવ્યા હતા. શિખર ધવન ઈજાગ્રસ્ત થયો ત્યારે તેણે ઘણી મેચોમાં પંજાબની કેપ્ટનશિપ પણ કરી હતી.

પરંતુ કોઈપણ મોરચે છાપ છોડવામાં નિષ્ફળ ગયા.

આ ખેલાડીઓને પણ છુટા કરી શકે છે

ચેન્નાઈ સુપર કિંગ્સ – બેન સ્ટોક્સ

દિલ્હી કેપિટલ્સ– પૃથ્વી શો, મનીષ પાંડે

ગુજરાત ટાઇટન્સ – યશ દયાલ, દશુન શનાકા, ઓડિયન સ્મિથ, પ્રદીપ સાંગવાન, ઉર્વીલ પટેલ

કોલકાતા નાઈટ રાઈડર્સ– એન જગદીસન, લોકી ફર્ગ્યુસન, મનદીપ સિંહ

લખનૌ સુપર જાયન્ટ્સ – માર્કસ સ્ટોઇનિસ, એવિન લેવિસ, કાયલ જેમીસન

મુંબઈ ઈન્ડિયન્સ– જયદેવ ઉનડકટ, ઈશાન કિશન, રિલે મેરેડિથ, પીયૂષ ચાવલા, સંદીપ વોરિયર

પંજાબ કિંગ્સ– હરપ્રીત ભાટિયા, ઋષિ ધવન, ભાનુકા રાજપક્ષે, મેથ્યુ શોર્ટ, સેમ કુરન

રાજસ્થાન રોયલ્સ– જેસન હોલ્ડર, કેસી કરિઅપ્પા, મુરુગન અશ્વિન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર– હર્ષલ પટેલ, દિનેશ કાર્તિક, અનુજ રાવત

સનરાઇઝર્સ હૈદરાબાદ– હેરી બ્રુક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

હવે ગુજરાત સ્પોર્ટ્સ મેન્યુફેક્ચર હબ બનશે

Vivek Radadiya

વધુ એક દેશે ભારતીયો માટે કરી વિઝા ફ્રી

Vivek Radadiya

‘આપણી મહેનત રંગ લાવી’ પીએમ મોદી

Vivek Radadiya