Abhayam News
Abhayam News

ગુજરાત યુનિ.ની યુજી સેમ-૧ની ઓનલાઈન પરીક્ષાઓ આ તારીખ થી ચાલુ ….

ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજીના વિવિધ કોર્સની સેમેસ્ટર-૧ની ઓનલાઈન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે.જે મુજબ ૪ જુનથી પરીક્ષાઓ શરૃ થશે.

આ પરીક્ષાઓ ૧૦થી૧૨ જુન સુધી ચાલશે.જેમાં ૩૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. યુજી સેમ.૧ની પરીક્ષાઓ હાલ જાહેર કરાઈ છે જ્યારે  યુજી સેમેસ્ટર -૬ (સમર સેમેસ્ટર ) અને પીજી સેમેસ્ટર-૪ (સમર સેમેસ્ટર)ની ઓનલાઈન પરીક્ષા કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે.આ પરીક્ષાઓ પણ જુનમાં જ લઈ લેવાશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા  વિન્ટર સેમેસ્ટરની ઓફલાઈન પરીક્ષાઓ મોકુફ થયા બાદ ગત મહિને પ્રથમ તબક્કાની ઓનલાઈન પરીક્ષાઓ લેવાઈ હતી.જેમાં બીએ,બીકોમ અને બીબીએ-બીસીએ સેમ.૧ની પરીક્ષાઓ લેવાઈ હતી તેમજ બીએસસી અને બીએડ સેમ.૧ની પરીક્ષા બાકી હતી જે હવે ૪ જુનથી લેવાશે.

અગાઉની પરીક્ષાઓ જે વિદ્યાર્થીઓ નથી આપી શક્યા તેઓ માટે ફરીથી પરીક્ષા ગોઠવાતા હવે ૪ જુનથી બીએ,બીકોમ,બીબીએ-બીસીએ ,બીએસસી અને બીએડ સેમ.૧ સહિતની તમામ પરીક્ષાઓ લેવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સરદારધામ સુરત સંચાલિત GPBO પરિવાર દ્વારા “ચાલ જીવી લઈએ” Bounce BACK! કાર્યક્રમ યોજાયો..

Abhayam

દેશભરમાં ખેડૂત આંદોલનને લઈને મોટું એલાન, સરકારનું ટેન્શન વધ્યું.

Abhayam

વડાપ્રધાન ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ પૂર્વે 10મી માર્ચે ગાંધીનગર આવે તેવી સંભાવના

Abhayam

Leave a Comment