Abhayam News
AbhayamGujaratNews

હોસ્પિટલમાં જાવ એક રુપિયો આપ્યા વગર થશે સારવાર

જો તમારી પાસે આરોગ્ય વિમો હશે તો ખૂબ જ ખુશીના સમાચાર ટૂંક સમયમાં મળી શકે છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં નવું ફ્રેમવર્ક લાવી રહી છે જેમાં દેશના કોઈપણ ખૂણે કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ સારવાર મેળવી શકશે

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) આરોગ્ય વીમા પોલિસીમાં બે નવી સુવિધાઓ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. તે દેશભરની કોઈપણ આરોગ્ય વીમા અથવા સામાન્ય વીમા કંપની દ્વારા જારી કરવામાં આવતી તમામ આરોગ્ય પોલિસીઓ માટે હોસ્પિટલોનું નેટવર્ક અને 100% કેશલેસ સેટલમેન્ટ સિસ્ટમ છે. આ સુવિધાઓ લાગૂ થવાની સાથે પોલિસીધારક દેશના કોઈપણ ભાગમાં સ્થિત હોસ્પિટલમાં 100% કેશલેસ સારવારની સુવિધા મેળવી શકશે.

નેશનલ લેવલનું જનરલ કેશલેસ નેટવર્ક

હાલમાં ભારતમાં 49 ટકા હોસ્પિટલોમાં કેશલેસ સેટલમેન્ટની સુવિધા છે. વધારે મોંઘા તબીબી બીલો ટાળવા માટે જનરલ અને હેલ્થ ઇન્સોરન્સ કંપનીઓ લિસ્ટેડ હોસ્પિટલોની સૂચીમાં બદલાવ કરતા રહે છે. તેનાથી બચવા માટે વીમા નિયામક તમારી આરોગ્ય વીમા ક્લેઇમની સેટલમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવવા માટે રાષ્ટ્રીય સ્તરના જનરલ કેશલેસ હોસ્પિટલ નેટવર્કને લાવવા માટે જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ સાથે મળીને કામ કરી રહ્યું છે.

કઇ રીતે કામ કરશે આ નેટવર્ક

જૂનો જનરલ ઇન્શ્યોરન્સના એમડી અને સીઇઓ શનાઇ ઘોષનું કહેવું છે કે, પ્રથમ તબક્કામાં વીમા કંપનીઓમાં હોસ્પિટલોની કોન્સોલિડેટેડ લિસ્ટ બનાવવામાં આવી રહી છે. જીઆઈસી મારફતે એક સેન્ટ્રલાઇઝ્ડ નેટવર્ક બનાવવામાં આવશે જે હોસ્પિટલો અને તમામ લાઇસન્સ પ્રાપ્ત હેલ્થ અને જનરલ વીમા કંપનીઓ સાથે ઇન્ડસ્ટ્રી સ્તરનો કરાર હશે. જીઆઇ કાઉન્સિલના સભ્યો આ કરારનો ભાગ બનશે. શનાઈ ઘોષનું કહેવું છે કે, એક વખત સંપૂર્ણ પણે અમલમાં આવ્યા બાદ દરેક વીમા કંપનીના ગ્રાહકને એક જ સેન્ટ્રલાઈઝ્ડ નેટવર્કની સુવિધા મળી જશે. જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલે હોસ્પિટલોની સામાન્ય પેનલની રચના કરવા માટે પહેલેથી જ એક સમિતિની રચના કરી છે.

પોલિસીધારકોને શું લાભ થશે?

આ સવાલના જવાબમાં શનાઈ ઘોષ કહે છે કે, આ પહેલથી અમે ગ્રાહકોને ઈન્ટીગ્રેટેડ સેન્ટ્રલાઈઝ્ડ કેશલેસ હોસ્પિટલ નેટવર્ક ઉપલબ્ધ કરાવી શકીશું. જે સુનિશ્ચિત કરશે કે ગ્રાહક માટે ક્લેઇમનો અનુભવ મુશ્કેલીઓથી મુક્ત હોય. જો ગ્રાહકો પાસે કોઈ વીમો છે, તો તેમની પાસે તમામ કેશલેસ હોસ્પિટલોની એક્સેસ હશે.

ખર્ચાઓ અને છેતરપિંડીના કિસ્સાઓ ઘટશે?

ઇન્ટિગ્રેટેડ સેન્ટ્રલાઇઝ્ડ કેશલેસ હોસ્પિટલ નેટવર્ક માટે ઇન્ડસ્ટ્રી લેવલ પ્રાઇસિંગ નક્કી કરવામાં આવશે. એચડીએફસી ઇઆરજીઓ જનરલ ઇન્શ્યોરન્સના રિટેલ બિઝનેસના પ્રેસિડેન્ટ પાર્થાનિલ ઘોષનું કહેવું છે કે, કેશલેસ નેટવર્કના ભાગરૂપે તમામ હોસ્પિટલો ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે ઇન્ડસ્ટ્રી સાથે મળીને કામ કરશે. આનાથી ખર્ચમાં ઘણો ઘટાડો થશે અને છેતરપિંડી પણ ઓછી થશે. જે સુનિશ્ચિત કરશે કે, હોસ્પિટલોમાં તબીબી સારવાર મેળવતી વખતે વાસ્તવિક ગ્રાહકોને ઓછામાં ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……..

Related posts

આ રાજ્યમાં ધારાસભ્ય પોતાની લકઝરી કારને એમ્બ્યૂલન્સ તરીકે દાન કરી…

Abhayam

દિવાળી પહેલા આ રાશિઓને લોટરી, પૈસા અને વૈભવમાં થશે વધારો

Vivek Radadiya

અયોધ્યામાં પંચકોસી પરિક્રમાનો પ્રારંભ

Vivek Radadiya