Abhayam News
AbhayamGujaratPolitics

ભારત જાપાન કરતાં પણ મોટી અર્થવ્યવસ્થા બનશે

ભારત જાપાન કરતાં પણ મોટી અર્થવ્યવસ્થા બનશે છેલ્લા એક દાયકામાં ભારતીય અર્થવ્યવસ્થાએ અનેક ઉપલબ્ધિ મેળવી છે અને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ભારત જાપાનને પછાડીને વર્ષ 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

  • ભારતીય અર્થવ્યવસ્થાએ અનેક ઉપલબ્ધિ મેળવી
  • ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા
  • 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે
  • ભારત જાપાન કરતાં પણ મોટી અર્થવ્યવસ્થા બનશે

વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા

છેલ્લા એક દાયકામાં ભારતીય અર્થવ્યવસ્થાએ અનેક ઉપલબ્ધિ મેળવી છે અને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે. S&P ગ્લોબલ માર્કેટે દાવો કર્યો છે કે, ભારત જાપાનને પછાડીને વર્ષ 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. S&P Global Marketએ અનુમાન વ્યક્ત કર્યું છે કે, વર્ષ 2030 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થા 7.3 ટ્રિલિયન સુધી પહોંચી જશે અને જાપાનને પછાડીને એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ભારત જાપાન કરતાં પણ મોટી અર્થવ્યવસ્થા બનશે. 

ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે
S&P Global Market એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, વર્ષ 2021 અને વર્ષ 2022માં ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. વર્ષ 2024માં ભારતનો GDP દર 6.2 ટકાથી 6.3 ટકા સુધી રહી શકે છે. એપ્રિલથી જૂનના ક્વાર્ટરમાં ભારતનો GDP દર 7.8 ટકા રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં વિદેશી રોકાણમાં વધારો થયો છે, જેની અર્થવ્યવસ્થા પર અસર જોવા મળી રહી છે

.ભારત જર્મનીને પણ પાછળ છોડી દશે
આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારત જાપાનની સાથે સાથે જર્મનીને પણ વર્ષ 2030 સુધીમાં પાછળ છોડી દશે. વર્ષ 2022માં ભારતની અર્થવ્યવસ્થા 3.5 ટ્રિલિયન ડોલરની છે, જે વર્ષ 2030 સુધીમાં 7.3 ટ્રિલિયન સુધી પહોંચી જશે. આ રિપોર્ટમાં ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિ માટે ઘરેલુ ડિમાંડને જવાબદાર ગણાવવામાં આવી છે. અમેરિકાની GDP 25.5 ટ્રિલિયન ડોલરની છે અને ચીન 18 ટ્રિલિયન ડોલર સાથે બીજા નંબર પર છે. જાપાનની GDP 4.2 ટ્રિલિયન ડોલર અને અને જર્મનીની GDP 4 ટ્રિલિયન ડોલર છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આરોપી મેહુલ ચોક્સી રવિવારથી લાપતા:-PNB કૌભાંડ..

Abhayam

સુરત:- હેટ્રો કંપનીના રેમડેસીવીર ઇન્જેક્શનના નામે ખાલી બોટલમાં પાણી પધારાવતો ઇસમ પકડાયો,જાણો સમગ્ર ઘટના..

Abhayam

ભારત ગરીબી પણ દૂર કરશે અને વિકસિત પણ બનશે: ગ્વાલિયરમાં પીએમ મોદીએ નવા ભારતની કલ્પના રજૂ કરી

Vivek Radadiya