Abhayam News
AbhayamNews

આ રાજ્યમાં ધારાસભ્ય પોતાની લકઝરી કારને એમ્બ્યૂલન્સ તરીકે દાન કરી…

કોરોના મહામારીના સમયમાં મધ્ય પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય લક્ષ્મણ સિંહે અનોખી પહેલ કરી છે જેને કારણે લોકોમાં એક નવી આશાનો સંચાર થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં જયાં દર્દીઓને લઇ જવા માટે એમ્બ્યૂલન્સની સુવિધા નહોતી, ત્યાં હવે ધારાસભ્ય લક્ષ્મણ સિંહે પહેલ કરીને પોતાની લકઝરી એસયુવી ફોર્ચ્યૂનર કારને એમ્બ્યૂલનના ઉપયોગ માટે દાનમાં આપી દીધી છે

મધ્ય પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં એમ્બ્યૂલન્સની સુવિધા નથી એટલે કોંગ્રેસના ધારાસભ્યએ પોતાની લકઝરી કાર એમ્બ્યૂલન્સ તરીકે ઉપયોગ કરવા માટે દાનમાં આપી દીધી છે અને આ કાર હવે ઘણા બધા દર્દીઓને કામ લાગી રહી છે.

સુરતમાં પણ ભાજપના માજી ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાએ પોતાની ઇનોવા કારને એમ્બ્યૂલન્સમાં ફેરવી નાંખી હતી અને કારમાં બેડ તથા ઓકસિજનની સુવિધા ઉભી કરીને લોકોની સેવા માટે સમર્પિત કરી હતી. જો કે પાનસેરિયાએ કાર દાનમાં આપી હોવાનું જાણવા મળ્યું નથી. માત્ર કોરોના કાળમાં ઉપયોગ માટે કારનો ઉપયોગ એમ્બ્યૂલન્સ તરીકે કરવામાં આવશે

વાસ્તવમાં, લક્ષ્મણ સિંહે 10 દિવસ પહેલાં તંત્રને એમ્બ્યૂલન્સની વ્યવસ્થા કરવા માટે વિનંતી કરી હતી. લક્ષ્મણ સિંહના વિધાનસભા સભા વિસ્તાર ચાંચૌડાના ગ્રામીણ ઝોનમા એમ્બ્યૂલન્સની સુવિધાનો અભાવ હતો.દુર્ગમ ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાથી સંક્રમિત લોકોને આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવા માટે એમ્બ્યૂલન્સની સુવિધા નથી. તંત્ર એમ્બ્યૂલન્સની વ્યવસ્થા  ગોઠવવામાં નિષ્ફળ જતા કોંગ્રેસના ધારાસભ્ય લક્ષ્મણ સિંહે પોતાની જ કારને એમ્બ્યૂલન્સ  બનાવી દેવાનો નિર્ણય કર્યો. મંગળવારથી ધારાસભ્યની લકઝરી કાર એમ્બ્યૂલન્સ તરીકે ફરતી થઇ ગઇ છે. લક્ષ્મણ સિંહ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહના નાના ભાઇ છે.

દરેક ધારાસભ્ય પોતાની કારને એમ્બ્યૂલન્સ તરીકે વાપરવા માડે તો ગામડામાં રહેતા અનેક લોકોની મુશ્કેલી દુર થઇ શકે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

.

Related posts

નેશનલ યુવા સંગઠન & સેવા સંસ્થા સંચાલિત “સરદાર” આઇસોલેશન સેન્ટરનાં “સેવાનાં સરદારોને” સન્માનિત કરાયા …

Abhayam

વાંકાનેરમાં નકલી ટોલનાકું

Vivek Radadiya

કચ્છથી ઝડપાયેલા 400 કરોડના ડ્રગ્સ મામલે મોટો ખુલાસો…

Abhayam

Leave a Comment