Abhayam News
AbhayamNews

જાણો:-માત્ર ભારતમાં જ કેમ ફેલાઈ રહ્યો છે બ્લેક ફંગસ..

 જાણો એક્સપર્ટ્સ શું કહે છે?

દેશમાં કોરોના મહામારી સાથે બ્લેક ફંગસ (મ્યુકોરમાઇકોસિસ)નો કેર વધવા લાગ્યો છે. ડૉક્ટરો દ્વારા અલગ અલગ થિયોરી રજૂ કરવામાં આવી રહી છે, પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે જે રીતે ભારતમાં બ્લેક ફંગસ બેકાબૂ થઈ રહ્યો છે. એ રીતે અન્ય દેશમાં જોવા મળી રહ્યું નથી. દેશભરમાં અત્યાર સુધી કુલ 11 હજારથી વધારે બ્લેક ફંગસના કેસ સામે આવી ચૂક્યા છે. તો કેટલાક રાજ્ય પહેલા જ મ્યુકોરમાઇકોસિસને મહામારી અધિનિયમ હેઠળ અધિસૂચિત પણ કરી ચૂક્યા છે.

શાર્પ સાઇટ આઈ હૉસ્પિટલના ડૉક્ટરો મુજબ સંયુક્ત રાજ્ય અમેરિકાના રોગ નિયામક નિયંત્રણ અને રોકથામ કેન્દ્રના આંકડાઓ મુજબ, મ્યુકોરમાઇકોસિસ કે બ્લેક ફંગસનો મૃત્યુદર 52 ટકા છે. શાર્પ સાઇટ આઈ હૉસ્પિટલના ડાયરેક્ટર અને સહ સંસ્થાપક ડૉ. બી. કમલ કપૂરે જણાવ્યું કે ભારતની વયસ્ક વસ્તીમાં ડાયાબિટીસના અંદાજિત 73 લાખ કેસ છે. રોગ પ્રક્રિયાને નિયંત્રિત કરવા માટે સ્ટેરોયડનો ઉપયોગ કરવાથી પણ ડાયાબિટીસનું સ્તર વધી જાય છે, જેથી ડાયાબિટીસ સંબંધિત જટિલતાઓ પણ વધી જાય છે.

ભારતમાં બ્લેક ફંગસથી જે પીડિત મળે છે, મોટા ભાગના કોરોના સંક્રમણ કે ડાયાબિટીસના દર્દી છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ ભારતમાં નબળા ઇમ્યુનિટીવાળા દર્દીઓમાં કોરોના વાયરસ સંક્રમણ સિવાય અન્ય બીમારીઓનું જોખમ પણ વધ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ખાસ કરીને ગંદા માસ્કનો સતત પ્રયોગ, હાઇ ડાયાબિટીસ અને કેટલાક કેસોમાં ઇન્ડસ્ટ્રિયલ ઑક્સિજન, જેના પર લોકો વધારે નિર્ભર છે સહિત અન્ય કારણોસર ફંગલ ઇન્ફેકશન થઈ રહ્યું છે. એ સિવાય શરીરમાં ધીમી ઉપચારાત્મક ક્ષમતાના કારણે પણ દર્દીઓમાં બ્લેક અને વ્હાઇટ ફંગલ ઇન્ફેકશન થઈ રહ્યું છે

આ બાબતે જોધપુર AIIMS હૉસ્પિટલના ENT હેડ અને પ્રોફેસર ડૉ. અમિત ગોયલે જણાવ્યું કે ભારતમાં બે વસ્તુ મુખ્ય છે. ઘણા લોકો રોજ ડાયાબિટીસ ચેક કરતા નથી અથવા તો દવાઓ લેતા નથી. લોકોનું માનવું હોય છે કે જો એક વખતે દવાઓ શરૂ કરી દીધી તો જીંદગીભર દવાઓ લેવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ખજૂરભાઈ મીનાક્ષી દવે સાથે લગ્નનાં બંધને બંધાયા 

Vivek Radadiya

સેવાનાં સૈનિકોએ સાવજનાં ગામ ગીરમાં પહોંચી દર્દીઓને સારવાર આપી..

Abhayam

ગુજરાત હાઇકોર્ટમાં મસ્જિદોમાં થતી અજાનને લઈ સુનાવણી 

Vivek Radadiya