ગુજરાત સહિત સમગ્ર દેશમાં એન્જીનિયરીંગ કોલેજો વધી જતાં અને બેઠકો ખાલી રહેતાં વિદ્યાર્થીઓની તંગી દૂર કરવા માટે હવે અંગ્રેજી ઉપરાંત બીજી આઠ જેટલી ભારતીય ભાષાઓમાં એન્જીનિયરીંગ ભણી શકાય તેવો નિર્ણય ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા લેવામાં આવ્યો છે. નવા શૈક્ષણિક સત્રથી એન્જીનિયરીંગ ક્ષેત્રના અભ્યાસક્રમો વિવિધ ભાષામાં શરૂ કરી શકાશે..
એન્જીનિયરીંગ અભ્યાસક્રમની છૂટ આપવા પાછળનું કારણ ગ્રામ્ય તેમજ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓના સપનાં પૂર્ણ કરવાનું છે. ગુજરાતમાં મોટાભાગના વિદ્યાર્થીઓને અંગ્રેજી અભ્યાસક્રમ માફક આવતો નહીં હોવાથી તેઓ આ ક્ષેત્રથી દૂર ભાગી રહ્યાં છે તેવા સંજોગોમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે હવે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પણ અભ્યાસક્રમ પસંદ કરી શકશે.
કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા અંગ્રેજી ઉપરાંત હિન્દી, બંગાળી, તામીલ, તેલુગુ, કન્નડ, મરાઠી, મલયાલમ તેમજ ગુજરાતી ભાષામાં અભ્યાસક્રમ ઉપલબ્ધ કરાવવા માગે છે.
પ્રાદેશિક ભાષામાં અભ્યાસક્રમ શરૂ કરવા માટે કાઉન્સિલને 500 જેટલી રજૂઆત મળી હતી. એન્જીનિયરીંગ અભ્યાસક્રમો માટે ભવિષ્યમાં વધુ 11 ભાષાઓને માન્યતા આપવાનું વિચારાધિન છે. કાઉન્સિલ દ્વારા તમામ ભાષાઓમાં શૈક્ષણિક સામગ્રી ઓનલાઇન પોર્ટલમાં પુરી પાડવામાં આવશે.
સરકારના શિક્ષણ વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં એન્જીનિયરીંગ ક્ષેત્રની બેઠકોની સંખ્યા 2019-20માં 73500 જેટલી હતી પરંતુ તેમાંથી પ્રતિવર્ષ 45 થી 55 ટકા બેઠકો દર વર્ષે ખાલી રહેતાં 2020-21માં એન્જીનિયરીંગની બેઠકોની સંખ્યા ઘટીને 63851 થઇ છે. એવી જ રીતે ધોરણ-10 પછીના ડિપ્લોમાની બેઠકો એક વર્ષમાં 74715 થી ઘટીને 56085 થઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે