Abhayam News
AbhayamBusinessGujaratNewsPolitics

પાકિસ્તાન જેવા 50 દેશ ખરીદી શકે એટલો પૈસો! 

પાકિસ્તાન જેવા 50 દેશ ખરીદી એટલો પૈસો!  સમગ્ર વિશ્વની સંપત્તિના અમુક હિસ્સા પર નિયંત્રણ છે અમેરિકામાં આવેલ મલ્ટીનેશનલ કંપની BlackRock Inc ના ફાઉન્ડરનું, આ કંપની વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની છે.

  • આ વ્યક્તિ દુનિયાના કરોડો લોકોના પૈસા મેનેજ કરે છે
  • વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપનીની સંપત્તિ $9.43 ટ્રિલિયન
  • અડધા અમેરિકાનો માલિક, છતાં અમીરોની લિસ્ટમાં કેમ નથી આવતું નામ?

પાકિસ્તાન જેવા 50 દેશ ખરીદી એટલો પૈસો! 

આપણે બધાએ એલોન મસ્ક, બર્નાર્ડ આર્નોલ્ટ, જેફ બેઝોસ, બિલ ગેટ્સ અને માર્ક ઝકરબર્ગ સહિત વિશ્વના ઘણા ધનિક લોકો વિશે સાંભળ્યું જ હશે. પરંતુ, આનાથી પણ મોટું બીજું એક એવું નામ છે જેના વિશે લોકો વધારે જાણતા નથી. આ વ્યક્તિ દુનિયાના કરોડો લોકોના પૈસા મેનેજ કરે છે અને એવું પણ કહી શકાય કે સમગ્ર વિશ્વની સંપત્તિના અમુક હિસ્સા પર તેનું નિયંત્રણ છે. પરંતુ, નેટવર્થની દૃષ્ટિએ તે અબજોપતિ ઉદ્યોગપતિઓથી પાછળ છે.

આ વ્યક્તિ છે અમેરિકામાં આવેલ મલ્ટીનેશનલ કંપની BlackRock Inc ના ફાઉન્ડર, જે વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની છે. મેનેજમેન્ટ હેઠળની તેની સંપત્તિ $9.43 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ છે. ભારતીય રૂપિયામાં આ રકમ 78,54,75,62,20,00,000 છે. અહિયાં નોંધનીય વાત એ છે કે આ આંકડો અમેરિકાના જીડીપીનો લગભગ અડધો છે અને અન્ય દેશોના જીડીપી કરતા અનેક ગણો છે.

કોણ છે લેરી ફિન્ક ?
BlackRock Inc.એ વિશ્વની સૌથી શક્તિશાળી એસેટ મેનેજમેન્ટ કંપની છે. લેરી ફિન્કે 1988માં તેનો પાયો નાખ્યો હતો. શેરબજારમાં તેમની ઊંડી રુચિને કારણે તેઓ આ ક્ષેત્રમાં આવ્યા અને એક એવું સ્થાન હાંસલ કર્યું જેની તેમણે સપનામાં પણ કલ્પના કરી ન હતી.આ કંપની વિશ્વભરના કુલ શેર અને બોન્ડના 10 ટકાનું સંચાલન કરે છે. વિશ્વની દરેક મોટી કંપનીમાં તેનો હિસ્સો છે. તેથી જ તેને વિશ્વની સૌથી મોટી શેડો બેંક પણ કહેવામાં આવે છે.

એસેટ મેનેજમેન્ટ બિઝનેસ શું છે?
એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) એવી ફર્મ છે જે શેરબજાર અથવા અન્ય ક્ષેત્રોમાં ગ્રાહકો પાસેથી મળેલા ફંડ્સનું રોકાણ કરે છે. રિયલ એસ્ટેટ, બોન્ડ અને સ્ટોક વગેરેનો સમાવેશ થાય છે. જો કે, એસેટ મેનેજમેન્ટ કંપનીને મળતા ફંડ્સ ગ્રાહકોના છે. મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ એસેટ મેનેજમેન્ટ હેઠળ આવે છે.

માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી કંપની Appleમાં BlackRock પાસે 6.5% હિસ્સો છે. ફેસબુકમાં 6.5%, જેપી મોર્ગન ચેઝમાં 6.5% અને ડોઇશ બેંકમાં 4.8% હિસ્સો છે. BlackRock પાસે Google ની મૂળ કંપની Alphabet Inc માં 4.48% હિસ્સો પણ છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર, એપ્રિલ 2022માં લેરી ફિંકની કુલ સંપત્તિ આશરે 1 બિલિયન યુએસ ડોલર અંક્વામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરત:-SMC મોદી-રૂપાણીના 12 ફોટા લગાવવા આટલા લાખનો ધુમાડો..

Abhayam

ઓજસ્વી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સાત સ્થળે EDના દરોડા

Vivek Radadiya

સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો 

Vivek Radadiya