Abhayam News
AbhayamNews

સંસ્કૃતિનું નગર ધોળાવીરાને હવે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો…

ગુજરાતની પાંચ હજાર વર્ષ પુરાણી પુરાતત્ત્વીય સાઈટને ધોળાવીરા સત્તાવાર રીતે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો અપાયો છે. ચીનમાં ચાલી રહેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ પહેલા તેલંગાણાના રામપ્પા મંદિરને હેરિટેજ જાહેર કરાયું હતું. એ રીતે આ વખતે હેરિટેજ સમિતિની 44મી બેઠકમાં ભારતના બે સ્થળોને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે.

ગુજરાતના કચ્છમાં આવેલા પુરાતન વિરાસત એવા ધોળાવીરાને હવે વલ્ડ હેરીટેજનો દરજ્જો મળી ચુક્યો છે. આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેના નોમિનેશન માટે ડોઝિયર મોકલ્યું હતુ. આ સાઇટને યુનેસ્કોના પ્રતિનીધીઓએ આખરે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપતા હવે ધોળાવિરાને વૈશ્વિક ઓળખ મળશે.

કચ્છના ખડીર બેટ પર આવેલું વિશ્વ પ્રસિદ્ધ સિંધુ-સરસ્વતી સભ્યતાના શહેર ધોળાવીરા હવે દેશનું 39મું વિશ્વ વિરાસત શહેર બને તેવી જાહેરાત કરવામાં આવી છે. ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં ખડીરબેટ આવેલો છે. આ જ બેટ પર ધોળાવીરા ગામ વસ્યું છે. કચ્છના કોઈ પણ સામાન્ય ગામ જેવું જ લાગતુ આ ગામ એક અસામાન્ય ઇતિહાસ તેની ભીતરમાં લઇને બેઠું છે.

ધોળાવીરાવાસીઓએ હજારો વર્ષ પહેલા ડેમ, નહેર, જળાશય, વાવ, કૂવા સહિતનું જડબેસલાક નેટવર્ક ઉભું કર્યું હતું. પાણીનું એક એક ટીપું તેઓ બચાવી જાણતા હતા. ધોળાવીરાની બે દિશાએથી મનહર નદીની બે શાખા ફંટાતી હતી, જ્યારે શહેરના અન્ય ભાગમાં જળ સંચયના ટાંકા હતા. એ જમીની ટાંકા આજે પણ ધોળાવીરાની સાઈટ ફરતે સ્પષ્ટ જોવા મળે છે. પૂર્વમાં આવેલો સૌથી મોટો જળ હોજ તો ૮૯ મીટર લાંબો, ૧૨ મીટર પહોળો અને સવા સાત મીટર ઊંડો છે. તેમાં ૭૭ લાખ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે. એ વખતના રહેવાસીઓે એવી સગવડ કરી હતી કે નહેર દ્વારા મનહરનું પાણી ટાંકા સુધી પહોંચી જતું હતુ. આખા નગરમાં ઠેર ઠેર જળાશય, નહેર, તળાવ વગેરે બનાવેલા હતા. માટે મનહરનું પાણી નગર સુધી પહોંચી ઠેર ઠેર વહેંચાઈ જતું હતું. એટલું જ નહીં રણ વિસ્તારમાં આવેલું હોવા છતાં ધોળાવીરા વાસીઓને પાણીની અછતનો સામનો કરવો પડતો ન હતો. ક્યાંક ક્યાંક ચેકડેમ જેવી રચના હોવાના પુરાવા પણ સંશોધકોને હાથ લાગ્યા છે

આઈઆઈટી ખડગપુરના સંશોધકોએ થોડા વર્ષ પહેલા એક થિયરી રજૂ કરી હતી, જે પ્રમાણે નબળાં ચોમાસા ધોળાવીરાના પતનમાં કારણભૂત હતા. એ સંશોધન પ્રમાણે આજથી ૪૩૫૦ વર્ષ પહેલા ચોમાસું નબળું પડવાની શરૃઆત થઈ હતી. એ પછી સતત ૯૦૦ વર્ષ સુધી ચોમાસું નબળું જ રહ્યું. પરિણામે સિંધુ ખીણ વિસ્તાર છોડીને અહીંના લોકો અન્યત્ર જતાં રહ્યા હશે..

સંશોધન પ્રમાણે શરૃઆતમાં તો સિંધુ સભ્યતાના રહેવાસીઓએ ઓછા વરસાદમાં પણ રહેવાની ટેવ પાડી દીધી હતી. પરંતુ વરસો વરસ વરસાદ ઘટતો જ ગયો એમાં ખેતી-વેપાર-ઉદ્યોગ-ધંધા બધું જ નબળું પડતું ગયું. સુક્કા વાતાવરણમાં ઘણા લોકો-પશુ-સજીવો મૃત્યુ પામ્યા તો બાકીના બચવા માટે અન્ય સ્થળોએ જતાં રહ્યા હતા. એટલે ધોળાવીરા છેવટે એક ખંડેર જ રહી ગયું.

હાલ જ્યા રણ છે પણ પાંચ હજાર વર્ષ પહેલા ત્યાં સમુન્દ્ર હતું. અહીં જહાજો પણ આવી શકતા હતા. જેના પગલે ધોળાવીરા એક વૈશ્વિક વ્યાપારિક હબ હતું. કારણ કે ધોળાવીરાથી છેક મોસોપોટેમિયા, આરબ અને ઇરાન સુધી વેપાર થતો હતો. અહીં શંખ, તાંબુ સહિતના ઉદ્યોગો વિકસ્યા હતા. ધોળાવરીમાં એક હજારથી વધારે વજનીય મળ્યા છે. હડપ્પાના બાકી તમામ શહેરોમાંથી મળેલા વજનીયાથી આ સંખ્યા વધારે છે. જેના પગલે ધોળાવીરા ખૂબ જ મોટુ વ્યાપારિક મથક હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ભાણેજે મામાનું 8 કરોડ રૂપિયાનું કરી નાંખ્યુ

Vivek Radadiya

આ શહેરમાં આ તારીખે આર્મી ભરતીની લેખિત પરીક્ષા યોજાશે..

Abhayam

સુરત:-ભાજપના પુર્વ કોર્પોરેટરનો પુત્ર એકસપાયરી ડેટના રેમડેસીવર ઇન્જેક્શનની કાળા બજારી કરતા પકડાયો…..

Abhayam