Abhayam News
AbhayamEntertainmentGujarat

ફિલ્મ ‘ટાઈગર 3’ આ તારીખથી શરૂ થશે એડવાન્સ બુકિંગ

ફેન્સ આતુરતાથી અભિનેતા સલમાન ખાન અને કેટરિના કેફની ફિલ્મ ‘ટાઈગર 3’ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાન ટાઈગરના રોલમાં અને કેટરિના કેફ ઝોયાના રોલમાં કમબેક કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેના પર ફેન્સનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મ ‘ટાઈગર 3’ના એડવાન્સ બુકિંગની તારીખ જાહેર કરવામાં આવી છે. 

ફિલ્મ ‘ટાઈગર 3’ના એડવાન્સ બુકિંગની તારીખ

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘ટાઈગર 3’ની રિલીઝ ડેટ નજીક આવી રહી છે. ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે, આ ફિલ્મની ટિકીટનું એડવાન્સ બુકિંગ ક્યારથી શરૂ થશે. મીડિયા રિપોર્ટ અનુસાર 5 નવેમ્બર 2023થી આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ રહ્યું છે.

ફિલ્મ ‘ટાઈગર 3’ની સાથે ફિલ્મ ‘ડંકી’નું પહેલું ટીઝર અટેચ હશે

મીડિયા રિપોર્ટ અનુસાર શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘ડંકી’નું પહેલું ટીઝર ફિલ્મ ‘ટાઈગર 3’ની સાથે અટેચ હશે. ફિલ્મ ‘ટાઈગર 3’ પછી શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ આગામી સૌથી મોટી ઈન્ડિયન ફીચર ફિલ્મ હશે. ફિલ્મ ‘ટાઈગર 3’ની સાથે વિશ્વભરમાં ફિલ્મ ‘ડંકી’નું ટીઝર મોટા પડદા પર રિલીઝ કરવામાં આવશે. 

ફિલ્મ ‘ટાઈગર 3’: સ્પાઈ યૂનિવર્સ

મનીષ શર્માએ ફિલ્મ ‘ટાઈગર 3’નું ડાયરેક્શન કર્યું છે અને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ ‘ટાઈગર 3’માં સલમાન ખાન, કેટરિના કેફ અને ઈમરાન હાશ્મી લીડ રોલ ભજવી રહ્યા છે. આ ફિલ્મ સ્પાઈ યૂનિવર્સનો એક હિસ્સો છે. ફિલ્મ ‘ટાઈગર 3’માં રૉ એજન્ટ અવિનાશ સિંહ રાઠોડને ટાઈગરના નામથી ઓળખવામાં આવે છે. જેના પર દેશદ્રોહીનો આરોપ લગાવવામાં આવ્યો છે. દેશદ્રોહીનો આરોપ દૂર કરવા માટે તે એક ઘાતક મિશન માટે તૈયાર થાય છે. ફિલ્મ ‘ટાઈગર 3’ 12 નવેમ્બરના રોજ બોક્સઓફિસ પર રિલીઝ થશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

એક ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર

Vivek Radadiya

સુરેન્દ્રનગર સફાઈ કર્મચારી ની માગણી ઓ નાં સ્વીકારતા રસ્તા રોક્યો

Vivek Radadiya

કયાં હતા વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ?

Vivek Radadiya