Abhayam News
AbhayamNews

ટ્રેક્ટર ખરીદવા માટે મોદી સરકાર આપી રહી છે 50 ટકાની છૂટ….

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. આ જ કડીમાં, કેન્દ્ર સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના (PM Kisan Tractor Yojna) હેઠળ સબસિડી આપી રહી છે. યોજના અંતર્ગત ખેડુતો કોઈપણ કંપનીના ટ્રેક્ટર ખરીદી શકશે. આમાં ખેડૂતને ટ્રેક્ટરના ભાવના 50 ટકા ચુકવણી કરવી પડશે. તે જ સમયે, બાકીના અડધા નાણાં કેન્દ્ર સરકાર સબસિડી તરીકે આપે છે.

ખેડુતોને ખેતીના કામમાં અનેક પ્રકારના મશીનોની જરૂર હોય છે. તેમાંથી જ એક ટ્રેક્ટર પણ છે. ટ્રેક્ટરથી ખેડૂત વાવણી, પરિવહન જેવા કામ કરે છે. જો કે, દેશમાં મોટી સંખ્યામાં એવા ખેડૂત છે કે જે આર્થિક સંકટને કારણે ટ્રેક્ટર લઈ શકતા નથી. આવા ખેડુતો ભાડો ટ્રેકટર લઇને ખેતીને લગતા કામ કરાવે છે. ખેડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે મદદનો હાથ લંબાવ્યો છે. કેન્દ્ર સરકારે ખેડુતોને ટ્રેક્ટર ખરીદવા પર 50 ટકા સબસિડી આપવાની યોજના શરૂ કરી છે. આ યોજનાથી ખેડુતોને ભાડે ટ્રેક્ટર લેવાની સમસ્યામાંથી મુક્તિ મળશે.

ઘણી રાજ્ય સરકારો પણ ખેડુતોને ટ્રેક્ટર ખરીદવા માટે પોતાના સ્તરે 20 થી 50 ટકા સબસિડી આપે છે. હવે આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે તે જાણવું મહત્વપૂર્ણ છે. જણાવી દઇએકે કેન્દ્ર સરકાર ફક્ત તે જ ખેડુતોને સબસિડી આપે છે જેઓ 1 ટ્રેક્ટર ખરીદે છે. સરળ શબ્દોમાં સમજાવીએ તો, તમને ફક્ત 1 ટ્રેક્ટર ખરીદવા પર સબસિડી મળશે. આ માટે ખેડૂત પાસે આધારકાર્ડ, જમીનના કાગળો, બેંકની વિગતો, પાસપોર્ટ સાઇઝ ફોટો હોવો જરૂરી છે. આ યોજના હેઠળ, કોઈપણ નજીકનાં સીએસસી કેન્દ્રની મુલાકાત લઈને ખેડૂત ઓનલાઇન અરજી કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગુજરાતમાં જુલાઈની આ તારીખથી શાળા,કોલેજો શરૂ થશે…

Abhayam

કંટ્રી કોડ શું હોય છે? કોણ આપે છે આ કોડ?

Vivek Radadiya

IAF ચીફે આપ્યું મોટું નિવેદન:-તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશ, VVIP પ્રોટોકોલ્સ બદલાઈ શકે છે…

Abhayam