Abhayam News
AbhayamNews

દિલ્હી:- મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત..

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઘટી રહેલા કેસને ધ્યાનમાં રાખીને લોકડાઉન હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે દિલ્હીમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારે મહેનતથી કોરોનાને કાબૂમાં લેવામાં આવ્યો છે પરંતુ હજુ સંપૂર્ણ લડાઈ નથી જીતી શકાઈ.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કહેવા પ્રમાણે તેઓ પ્રતિ સપ્તાહ જનતાના સૂચનો અને એક્સપર્ટ્સના મંતવ્ય પ્રમાણે અનલોકની પ્રક્રિયા શરૂ કરશે પરંતુ શરત એ છે કે જો કોરોના વધવા લાગશે તો અનલોકની પ્રક્રિયા રોકવામાં આવશે. સાથે જ તેમણે લોકોને કોરોના સંબંધી ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે વિનંતી કરી હતી.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, અમે દિલ્હીમાં ધીમે-ધીમે લોકડાઉન ખોલીશું. સૌથી પહેલા એ લોકોનું ધ્યાન રાખવાનું છે જે સમાજનો સૌથી ગરીબ વર્ગ છે, મજૂર છે, પ્રવાસી છે. આજે લેવાયેલા નિર્ણય પ્રમાણે સોમવારથી કંસ્ટ્રક્શન અને ફેક્ટરીઓની ગતિવિધિ શરૂ કરવામાં આવશે. આગામી એક સપ્તાહ માટે આ બંને સેક્ટર્સ ખુલ્લા રહેશે. 

દિલ્હીવાસીઓને વિનંતી કરતા કેજરીવાલે કહ્યું કે તમામ લોકોની મદદની જરૂર છે. જો નિયમપાલન કરશો તો જ દિલ્હીમાં તમામ આર્થિક ગતિવિધિઓ ખુલી શકશે. જો કોરોના ફરી વધવા લાગશે તો ફરી લોકડાઉન લાગુ કરવું પડશે. અમે નથી ઈચ્છતા કે ફરી લોકડાઉન લાગુ કરવું પડે, તે કોઈ સારી વાત નથી. . 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

વર્લ્ડ કપ ફાઈનલ પહેલા ભારતીય ટીમ માટે સદગુરુની સલાહ

Vivek Radadiya

હવે આંગળીના ટેરવે તમે ગુજરાતના સંગ્રહાલયોની માહિતી મેળવી શકશો

Vivek Radadiya

ગૃહિણીઓને ડુંગળી રડાવી રહી છે.

Vivek Radadiya