Abhayam News
AbhayamNews

સુરતમાં બુટલેગરના લગ્નમાં ‘ખાખી મહેમાન’..

કોરોનાની મહામારી વચ્ચે તંત્ર દ્વારા લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં પણ 50 કરતા વધારે લોકોને એકઠા ન થવાનું સૂચન કરવામાં આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતમાં એક નામચીન બૂટલેગરના લગ્ન પ્રસંગમાં ગાઈડલાઈન કરતાં વધારે લોકો એકઠા થયા હોવાની માહિતી પોલીસને મળી હતી તેથી પોલીસે લગ્ન પ્રસંગ પર રેડ કરી હતી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને બુટલેગરની ધરપકડ કરી છે.

બુટલેગરના લગ્ન પ્રસંગમાં મોડી રાત્રે જમણવાર ચાલતો હોવાના અને આ જમણવારમાં સામાજિક અંતર અને માસ્કના નિયમોના ધજાગરા થતાં હોવાના કેટલાક વીડિયો અને ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને માહિતી મળી હતી કે, પાંડેસરા વિસ્તારમાં એક લિસ્ટેડ બુટલેગરના લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. તેથી પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી જે જગ્યા પર લગ્ન પ્રસંગ હતો ત્યાં રેડ કરવામાં આવી હતી. લગ્ન પ્રસંગમાં 50 લોકોને જ મંજૂરી હોવા છતાં બુટલેગરના લગ્ન પ્રસંગમાં 100 કરતાં વધારે લોકો એકઠા થયા હતા. જેથી પોલીસ દ્વારા સમગ્ર મામલે બુટલેગર સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 10 લોકોની અટકાયત કરી હોવાની પણ માહિતી સામે આવી રહી છે.

બુટલેગરના લગ્ન પ્રસંગમાં મોડી રાત્રે જમણવાર ચાલતો હોવાના અને આ જમણવારમાં સામાજિક અંતર અને માસ્કના નિયમોના ધજાગરા થતાં હોવાના કેટલાક વીડિયો અને ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ACB:-વલસાડમાં ST નિગમનો ડિવિઝન કંટ્રોલર દિલીપ ચૌધરી રૂ. આટલા હજારની લાંચ લેતા પકડાયો..

Abhayam

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જીલ્લા પ્રમુખોની કરી નિમણુક

Vivek Radadiya

આ તમામ કામ કરી શકશો WhatsApp દ્વારા, જાણો કઈ રીતે

Vivek Radadiya