Abhayam News
AbhayamNews

મોદી સરકાર પાસે રાજ્યોને GST વળતર ચુકવવા માટે પૈસા નથી ઉધાર લેશે આટલા અબજ ડોલર..

રાજ્યોને GST વળતર ચુકવવા માટે મોદી સરકારે સતત બીજા વર્ષે પણ ઉધાર લેવું પડી શકે છે. સૂત્રોનું કહેવું છે કે સરકારે આ નાણાકીય વર્ષમાં 1.58 લાખ કરોડ રૂપિયા અથવા આશરે 21.7 અબજ ડોલરની વધારાની લોન લેવી પડી શકે છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શુક્રવારે જીએસટી કાઉન્સિલની બેઠક મળશે જેમાં આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. જીએસટી કાઉન્સિલ 6 મહિનાનાં ગાળા પછી બેઠક યોજાઇ રહી છે.

ગયા વર્ષે 1.1 લાખ કરોડ રૂપિયા ઉધાર લીધા હતાં

ગયા વર્ષે પણ કેન્દ્ર સરકારે રાજ્યો માટે 1.1 લાખ કરોડ રૂપિયા ઉધાર લીધા હતા અને લોનનાં સ્વરૂપમાં રાજ્યોને આપ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, આ વર્ષે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વધુ ઉધાર લેશે, તેની રકમ અને સમય અંગેનાં સલાહ-સૂચનો બાદ જ નિર્ણય લેવામાં આવશે. શરૂઆતમાં, વળતર ચુકવવાનો સમયગાળો 2022નો હતો, પરંતુ ગયા વર્ષે કેન્દ્ર સરકારે તેને વધુ લંબાવી દીધી હતી.

રાજ્યોને GST વળતર રૂપે કેન્દ્રને 2.7 લાખ કરોડ ચૂકવવાના છે, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, મોદી સરકાર ફક્ત 1.1 લાખ કરોડ આપવાની સ્થિતિમાં છે. GST એક્ટમાં જોગવાઇ છે કે GST લાગુ થયા પછી કેન્દ્ર રાજ્યોને મહેસૂલનાં નુકસાનની ભરપાઇ કરશે. પરંતુ કોરોના વાયરસ રોગચાળાને કારણે કેન્દ્ર સરકારની આવક પર ખરાબ અસર થઈ છે. આ જ કારણ છે કે મોદી સરકાર વધારાની લોન લેવાનું વિચારી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

સમાજ સેવક પિયુષ ધાનાણી પર જીવલેણ હુમલો 

Vivek Radadiya

IND vs ENG::વુમન્સ ટીમે 23 વર્ષ પછી ઇંગ્લેન્ડમાં વન-ડે સિરીઝ જીતી,ટીમ ઈન્ડિયાએ ઝુલન ગોસ્વામીની વિદાય મેચને યાદગાર બનાવી

Archita Kakadiya

જાણો:-ભારતીય ક્રિકેટરો દર કલાકે આટલા લાખ રૂપિયા કમાય છે.

Abhayam

1 comment

Comments are closed.