Abhayam News
AbhayamNews

સુરત માં આજે માત્ર 40 સેન્ટર પર જ મળશે કોરોના વેક્સિન…

  • સુરતમાં આજે માત્ર 40 સેન્ટરો પરથી જ વેક્સિન આપવામાં આવશે.
  • 75 લોકોને જ આપવામાં આવશે તેથી માંડ 3 હજારને જ રસી મુકાશે.
  • એક જ દિવસમામાં 75 ટકા વેક્સિનેશન સેન્ટર બંધ કરી દેવાની ફરજ પડી.

સરકાર પાસેથી વેક્સિનની સપ્લાય આવી રહી નથી અને સેન્ટરો પર લોકોના ધરમના ધક્કા વધી ગયા હોય વેક્સિનેશન વગર જ જવાનો વખત આવતાં રોષ ફેલાયો છે. સુરતમાં આજે માત્ર 40 સેન્ટરો પરથી જ વેક્સિન આપવામાં આવશે તે પ્રત્યેક સેન્ટરો પર 75 લોકોને જ આપવામાં આવશે તેથી માંડ 3 હજારને જ રસી મુકાશે.

21 જૂનથી રસીકરણ મહાઅભિયાનની શરૂઆત બાદથી વેક્સિનની રામાયણમાં શરૂ થઈ છે. મહાઅભિયાનનો પણ સાત જ દિવસમાં ફિયાસ્કો થઈ ગયો હતો. અડધો અડધ સેન્ટર બંધ કરી દેવાની ફરજ પડી હતી. ત્યારબાદ પાલિકા દ્વારા રસીના સ્ટોક પ્રમાણે વેક્સિનેશન સેન્ટરમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે, હવે તો માત્ર 3000 રસીનો સ્ટોક જ વધ્યો છે. જેને પગલે એક જ દિવસમામાં 75 ટકા વેક્સિનેશન સેન્ટર બંધ કરી દેવાની ફરજ પડી છે. ગત રોજ 172 સેન્ટર પર વેક્સિન અપાઈ હતી. જ્યારે આજે માત્ર 40 સેન્ટર પર જ વેક્સિન આપવામાં આવી રહી છે.

રસીનો સ્ટોક પ્રમાણે જ પાલિકા આરોગ્ય વિભાગ વેક્સિનેશનની વ્યવસ્થા કરી રહ્યું છે. આજે 3 હજાર ડોઝ પૂર્ણ થયા બાદ રસીના સ્ટોકના અભાવે બુધવારે વેક્સિનેશન બંધ રાખવું પડે તેવી સ્થિતિ હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે. તો બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં રસીકરણ તરફ લોકોને પરાણે વળવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરતના જહાંગીરપૂરામાં યુવતીની હત્યા

Vivek Radadiya

આ ખેલાડીઓને IPL2024ની હરાજીમાં મળશે સૌથી વધુ રૂપિયા

Vivek Radadiya

‘અંધારી’માં થયો ઉજાશ….

Abhayam