Abhayam News
AbhayamSurat

સુરતના જહાંગીરપૂરામાં યુવતીની હત્યા

Girl killed in Surat's Jahangirpura

સુરતના જહાંગીરપૂરામાં યુવતીની હત્યા કે, આત્મહત્યા મામલે નવો એંગલ સામે આવ્યો છે, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, યુવતીની હત્યા થઈ હતી. સુરતના જહાંગીરપૂરામાં યુવકે યુવતીને 10માં માળેથી ધક્કો મારતા મૃત્યુ થયું હતું.

યુવકે યુવતીની હત્યા કરી
જૂનેદ નૂર મોહમ્મદે નામના યુવકે યુવતીની હત્યા કરી હતી. યુવતીની નીચે પટકાવવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. યુવતીએ યુવકના નાના ભાઈ સાથે સગાઈ તોડતા યુવકે બદલો લીધો છે. સગાઈ તોડ્યા બાદ આરોપી યુવક અને યુવતી સોશિયલ મીડિયામાં સંપર્કમાં હતા. જેમાં યુવકે અદાવત રાખી યુવતીને બોલાવી ઝગડો કર્યો હતો. અત્રે જણાવીએ કે, પોલીસે આરોપી યુવકની  ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

યુવકએ નાટ્યાત્મક નિવેદન આપ્યું હતું
યુવકે કહ્યું હતું કે, બુરખો પહેરીને આવેલી 28 વર્ષીય જુનેદ નૂર મોહમ્મદ બાદશાહએ છરાથી ઘાતકી હુમલો કર્યો હતો. અને આ બાદ યુવતી દસમા માળેથી જાતે કૂદી ગઈ અને આપઘાત કરી લીધો હતો. યુવતીનું આ બાદ મોત થયું હોવાનું યુવકનું રટણ રહ્યું હતું. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી.

યુવકે ઘટનાને લઈ શું કહ્યું હતું
યુવક અનુસાર સોશિયલ મીડિયામાં 2 દિવસથી યુવતી સાથે તે ચેટિંગ કરતો હતો. ચેટિંગ બાદ યુવકે યુવતીને ઘરે મળવા બોલાવી હતી. યુવતી બુરખો પહેરીને મળવા આવી હતી અને તેની પાસે બે કોલ્ડ્રીંક્સની બોટલો હતી. યુવક અનુસાર યુવતીએ લાવેલું કોલ્ડ્રિંક્સ પીવાની ના પાડતાં યુવતીએ યુવક પર હુમલો કર્યો હતો. યુવતીએ ચપ્પુ વડે યુવક પર હુમલો કર્યો હતો અને આ બાદ યુવતી 10માં માળથી કૂદી ગઈ અને તેણે આપઘાત કરી લીધો. જો કે સુરત પોલીસ આ મામલે ઊલટ તપાસ કરી સત્ય ઘટના સામે લાવી દીધી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

બજેટમાં વિક્રમી 50 હજાર કરોડનો વધારો થવાની ધારણા

Vivek Radadiya

દુબઈમાં 19 ડિસેમ્બરના રોજ IPLની હરાજી થશે

Vivek Radadiya

બીજા નંબરનું સૌથી મોટું મોબાઈલ ઉત્પાદિત કરતો દેશ

Vivek Radadiya