વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું કે, આજે પરીક્ષા મુદ્દે જે મિટિંગનું યોજન કરવામાં આવ્યું હતું તેમાં અમે એમ નક્કી કર્યું છે કે આવતા મહિનાથી P.G Sem-1, U.G Sem-6, અને L.L.B સેમ-1, L.L.B સેમ-2-4 અને L.L.B સેમ-6ની તેમના તારીખો પ્રમાણે પરીક્ષાઓ લેવામાં આવશે.
વિદ્યાર્થી પોતે કોરોના ગ્રસ્ત હોય તો એવા વિદ્યાર્થીઓ માટે તેમને ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે એટલે વિદ્યાર્થીએ તેમને તક આપવામાં આવશે.
P.G સેમ-6ની 16 જૂનથી ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે.
U.G સેમ-6ની 19 જુલાઈથી ઑફલાઇન પરીક્ષા લેવામાં આવશે.
L.L.B સેમ-1ની 21 જૂનથી ઑફલાઇન લેવામાં આવશે.
L.L.B સેમ-2-4ની 5 જુલાઈથી લેવામાં આવશે
વધુમાં L.L.B સેમ-6ની 1 જુલાઈથી લેવામાં આ આવશે.
પરીક્ષાનું ટાઈમ ટેબલ અને સમય 2 દિવસની અંદર યુનિવર્સિટીના વેબસાઈડ ઉપર મૂકી દેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે