સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) ઓગસ્ટમાં વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા લેશે, એમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકને વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલ વાતચીતમાં જણાવ્યું હતું. આ પરીક્ષાઓ તે વિદ્યાર્થીઓ માટે હશે જે સીબીએસઈ દ્વારા આપવામાં આવેલા એસેસમેન્ટ ફોર્મ્યુલાથી ખુશ નથી. હાલમાં બોર્ડની પરીક્ષાઓ રદ કરાઈ હોવાથી વૈકલ્પિક માપદંડોના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.સીબીએસઇ ઓગસ્ટમાં વૈકલ્પિક પરીક્ષા યોજશે તેમ શિક્ષણ પ્રધાને જણાવ્યું હતુ.
આ તે સમયે આવ્યું છે જ્યારે વિદ્યાર્થીઓ પરિણામની તારીખો, મૂલ્યાંકન ફોર્મ્યુલા, કોલેજ પ્રવેશ અને પ્રવેશ પરીક્ષાઓથી સંબંધિત તાણ અને અસ્વસ્થતા અનુભવી રહ્યાં છે.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંકે શુક્રવારે સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે કોઈ પણ વિદ્યાર્થીની યોગ્યતા સાથે કોઈ અન્યાય થશે નહીં. તેમણે જણાવ્યું હતું કે સીબીએસઇની મૂલ્યાંકન પદ્ધતિથી તમામ વિદ્યાર્થીઓને તેમની યોગ્યતા પ્રમાણે પરિણામ મળશે. જે વિદ્યાર્થીઓ સીબીએસઈ મૂલ્યાંકન પદ્ધતિના પરિણામથી અસંતુષ્ટ રહેશે, પરિસ્થિતિ યોગ્ય હશે તો તેમની પાસે પરીક્ષા આપવા માટેનો વિકલ્પ રહેશે. આ વૈકલ્પિક પરીક્ષા ઓગસ્ટમાં લેવામાં આવી શકે છે.
જ્યારે મંત્રીએ વિદ્યાર્થીઓને તેમની પ્રશ્નો મોકલવા કહ્યું હતું, જેના પર ઘણા વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો હતો, વિદ્યાર્થીઓ તરફથી પૂછવામાં આવેલ મોટાભાગનાં પ્રશ્નોમાં મૂલ્યાંકનનાં માપદંડ અને ઓપન મોડ એક્ઝામમાં હાજર રહેનાર વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો શામેલ છે. એનઆઈઓએસ વિદ્યાર્થીઓએ તેમના મૂલ્યાંકનના માપદંડની માંગ કરી છે જ્યારે વિદ્યાર્થીઓએ તેવી માંગ પણ કરી છે કે કોલેજોમાં પ્રવેશ માટે CUCET અથવા સામાન્ય પ્રવેશ પરીક્ષા આ વર્ષે લેવી જોઈએ. જેઇઇ મેઈન અને NEET ના ઉમેદવારોએ પણ તેમની પરીક્ષા અંગે સ્પષ્ટતા માંગી હતી.
શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ ‘નિશાંક’ એ કહ્યું હતું કે સરકાર માટે વિદ્યાર્થીઓની તંદુરસ્તી સૌથી મહત્વની છે. તેમણે કહ્યું, “ધોરણ 10, 12 ના વિદ્યાર્થીઓનું ઓબ્જેક્ટિવ સ્કીમના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ફાયદો થશે. જે વિદ્યાર્થીઓ પરિણામથી અસંતુષ્ટ હશે, તેમને પરીક્ષામાં હાજર રહેવાની તક આપવામાં આવશે.”
તેમણે કહ્યું, ‘હું વડા પ્રધાનનો આભારી છું કે જેમણે વિદ્યાર્થીઓના આરોગ્ય અને હિતને ધ્યાનમાં રાખીને પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો. હું સુપ્રીમ કોર્ટનો પણ આભારી છું કે તેણે સીબીએસઈની દરખાસ્ત અનુસાર પોતાનો નિર્ણય આપ્યો છે.
આપને જણાવી દઈએ કે 1 જૂને સીબીએસઈની ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. 18 જૂને સુપ્રીમ કોર્ટે સરકારના બોર્ડ રિઝલ્ટની ફોર્મ્યુલાને સ્વીકારી લીધી હતી. ફોર્મ્યુલા મુજબ સીબીએસઈ ધોરણ 12નું પરિણામ ધોરણ 10, 11 અને 12 ના આધારે જાહેર કરવામાં આવશે. ધોરણ 10 અને 11 નામાર્કને 30-30 ટકા વેઇટેજ આપવામાં આવશે અને ધોરણ 12ના પરિણામને 40 ટકા વેજટેજ આપવામાં આવશે. સીબીએસઈના ધોરણ 12ના પરિણામો 31 જુલાઈ સુધીમાં જાહેર કરવામાં આવશે. જે બાળકો પરિણામથી સંતુષ્ટ નથી, પરિસ્થિતિ સામાન્ય થયા પછી પરીક્ષામાં ફરીથી હાજર રહેવાની તક આપવામાં આવશે. કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલા ધોરણ 12ના પરિણામના ફોર્મ્યુલાને સ્વીકારી લીધો છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓના 5 માંથી શ્રેષ્ઠ 3 પેપર્સના માર્કસ લેવામાં આવશે. ધોરણ 11 તમામ થિયરી પેપર માટે ગુણ લેવામાં આવશે. તે જ સમયે, ધોરણ 12 માં, વિદ્યાર્થીઓનું યુનિટ, ટર્મ અને પ્રેક્ટિકલ પરીક્ષાના માર્કસ લેવામાં આવશે..
વડાપ્રધાને કહ્યું કે, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને તેમની સલામતી સરકારની સૌપ્રથમ પ્રાથમિક્તા છે. તેની સાથે કોઈ સમજૂતી કરી શકાય નહીં. પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકોમાં ઊભી થયેલી તણાવની સ્થિતિ દૂર થવી જોઈએ. કેન્દ્ર સરકાર, રાજ્યો, માતા-પિતા સહિત બધા જ હિસ્સેદારોએ આ બાબતમાં સંદેવનશીલતા દર્શાવવી જોઈએ. વડાપ્રધાને ઉમેર્યું કે, દેશમાં કોરોના મહામારીની સ્થિતિ અસ્થિર છે. દેશના કેટલાક રાજ્યોમાં માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોન બનાવાતા સંક્રમણનો દર ઘટયો છે જ્યારે કેટલાક રાજ્યોમાં હજી પણ લૉકડાઉન ચાલુ છે. આવી પરિસ્થિતિમાં માતા-પિતા અને શિક્ષકો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગે ખૂબ જ ચિંતિત છે. આવા તણાવપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પર બોર્ડની પરીક્ષામાં હાજર થવાનું દબાણ નાંખવું જોઈએ નહીં.
દેશમાં કોરોનાકાળમાં સીબીએસઈની ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. કોરોના મહામારીના કારણે લાંબા સમયથી વિદ્યાર્થીઓ અને માતા-પિતા પરીક્ષા રદ કરવાની માગણી કરી રહ્યા હતા. વધુમાં દિલ્હી સહિત કેટલીક રાજ્ય સરકારોએ પણ ૧૨માની બોર્ડની પરીક્ષા રદ કરવાની માગણી કરી હતી.
CBSE Class 12 Private Compartment Exam 2021: CBSE 12મી પરીક્ષા રદ થયા પછી બોર્ડે ઈવેલ્યુએશન પોલીસી જાહેર કરી છે. જેમાં 11મીનાં આંકોને વેઈટેજ આપવાના મામલાને લઈને વિદ્યાર્થીઓ સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે કંપાર્ટમેન્ટ પરીક્ષા રદ કરવાની માંગને લઈને વિદ્યાર્થીઓ સુપ્રિમ કોર્ટ પહોંચ્યા છે ત્યારે આજે વિદ્યાર્થીઓની મુંઝવણનો ઉકેલ લાવવા માટે કેન્દ્રિય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાળ નિશંક વિદ્યાર્થીઓ સાથે રૂબરુ થયા છે.
વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને પ્રકાશ જાવડેકર તેમજ સીબીએસઈના ચેરમેને પણ ભાગ લીધો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ બોર્ડની પરીક્ષા રદ કરવાની માગણી કરી હતી. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ નિર્ણયને બાળકોના હિતમાં ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે મને આનંદ છે કે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવાયો છે. દેશના ૧.૫ કરોડથી વધુ બાળકો તેમની ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા અંગે દુઃખી છે. તેમને સતત ચિંતા હતી કે તેમનો આગળનો અભ્યાસ કેવી રીતે થશે? જે રીતે દેશમાં કોરોનાના કેસ વધતા હતા, તે જોતાં પરીક્ષામાં તેમના જીવનને જોખમ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…