Abhayam News
AbhayamNews

વૈજ્ઞાનિકોએ જણાવ્યું:-કોરોના થયા પછી કેટલા મહિના રહે છે એન્ટીબોડી,જાણો જલ્દી…

કોરોના વાયરસથી બચવા માટે આખા દેશમાં વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યો છે જેથી ભવિષ્યના ખતરાને ઓછો કરી શકાય. તેની વચ્ચે ઈટલીના શોધકર્તાઓએ કોરોના બાદ શરીરમાં એન્ટીબોડીને લઇ અગત્યની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે કોરોનાથી સંક્રમિત થયાના 8 મહિના સુધી દર્દીના લોહીમાં કોરોના સામે એન્ટીબોડી રહે છે. મિલાનના સૈન રાફેલ હોસ્પિટલે જણાવ્યું કે બીમારીની ગંભીરતા, દર્દીની ઉંમર કે કોઇ બીમારી થયા પછી પણ આ એન્ટીબોડીઝ લોહીમાં મોજૂદ રહે છે. એક્સપર્ટ્લ કહે છે કે શરીરમાં કોરોના સામેની એન્ટીબોડી રહ્યા સુધી વાયરસનો ખતરો ખતમ થઇ જાય છે.

zmescience.com

કોરોના પોઝિટિવ થયા પછીના આવતા 8 મહિના સુધી આ દર્દીઓના શરીરમાં બીમારીથી લડનારી એન્ટીબોડી જોવા મળી. આમાંથી માત્ર ત્રણ જ એવા લોકો જોવા મળ્યા જેમના શરીરમાં લાંબા સમય સુધી એન્ટીબોડી જોવા મળી નહી. આ સ્ટડી નેચર કોમ્યૂનિકેશન સાયન્ટિફિક જર્નલમાં પ્રકાશિત થઇ છે. સ્ટડીમાં કોરોનાથી રિકવરીમાં એન્ટીબોડીના વિકસિત થવાના મહત્વ પર પણ ખાસ્સો ભાર આપવામાં આવ્યો છે.

observerbd.com

શોધકર્તા ઈટલીના ISS નેશનલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટની સાથે મળીને કામ કરી રહ્યા છે. સ્ટડી માટે તેમણે કોરોના વાયરસના લક્ષણવાળા એવા 162 દર્દીઓને સામેલ કર્યા હતા જેમણે ગયા વર્ષે પહેલી લહેર દરમિયાન ICUમાં રાખવામાં આવ્યા હતા. તેમના બ્લડ સેમ્પલ પહેલા માર્ચ અને એપ્રિલમાં લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી જે લોકો સર્વાઇવ કરી રહ્યા હતા તેમના બ્લડ સેમ્પલ નવેમ્બરમાં ફરી લેવામાં આવ્યા. જેમાંથી લગભગ 29 દર્દીના મોત થયા હતા.

etimg.com

ડૉક્ટર્સ કહે છે કે, આપણા ઈમ્યુન સિસ્ટમને યાદ રહે છે કે જરૂરત પડવા પર શરીરમાં નવી એન્ટીબોડી ક્યારે અને કઇ રીતે બનાવવાની છે. એન્ટીબોડી એ પ્રોટીન છે જેને B સેલ્સ વાયરસને જકડીને ખતમ કરવા માટે બનાવે છે. એક્સપર્ટ્સ માને છે કે વાયરસથી પહેલીવાર સંક્રમિત થવા પર શરીર સરળતાથી લડી શકતું નથી, પણ બીજીવાર સંક્રમિત થવા પર શરીરનું ઈમ્યુન સિસ્ટમ તેની સામે લડવા સંપૂર્ણ રીતે પ્રશિક્ષિત થઇ જાય છે અને પહેલા કરતા વધારે એન્ટીબોડી બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ abhayam news સાથે..

https://chat.whatsapp.com/CuY92QGvJvRHfiocx2ZOKT

Related posts

ડાયમંડ સિટી સુરતના એરપોર્ટને કરોડોની ખોટ 

Vivek Radadiya

AAPના ધારાસભ્ય હેમંત ખવા આપી શકે છે રાજીનામુ

Vivek Radadiya

ગાંધીનગર : AAP ના કાર્યકરોએ કર્યું એવું કામ કે ભાજપનાં મેયર શોભાના ગાંઠિયા સાબિત થયાં, લોકોમાં ભાજપ સામે ઉગ્ર આક્રોશ

Kuldip Sheldaiya