Abhayam News
AbhayamNews

ધૈર્યરાજની જેમ અઢી માસના વિવાનને જરૂર છે.16 કરોડના ઇન્જેક્શનની, પિતાએ મદદ માગી..

થોડા દિવસો પહેલા ધૈર્યરાજસિંહ નામના નાનકડા એવા બાળકને સારવાર માટે 16 કરોડ રૂપિયાના એક ઈન્જેક્શનની જરૂર હોવાના કારણે ગુજરાતના લોકોએ આ બાળકના પરિવારના સભ્યોને મદદ કરી અને અંતે ધૈર્યરાજને મુંબઈની હોસ્પિટલમાં આ 16 કરોડનું ઇન્જેક્શન આપવામાં આવ્યુ હતું. ત્યારે હવે ગીર સોમનાથના આલીદર ગામમાં રહેતા વિવાન નામના એક નાનકડા બાળકને SMA નામની ગંભીર બીમારી છે. .

આ બીમારીની સારવાર માટે વિવાનના પરિવારના સભ્યોને 16 કરોડ રૂપિયાની જરૂર છે પરંતુ તેના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ એટલી સારી ન હોવાના કારણે હવે વિવાનના પરિવારના સભ્યો લોકો પાસે મદદની માગણી કરી રહ્યા છે

ગીર સોમનાથના આલીદર ગામમાં અશોક વાઢેર તેમના પરિવારની સાથે રહે છે. અશોક વાઢેર કચ્છની એક ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમને એક અઢી મહિનાનો દીકરો છે અને આ બાળકને SMA નામની ગંભીર બીમારી છે.

અશોક વાઢેરના પરિવારની સ્થિતિ આર્થિક સધ્ધર ન હોવાના કારણે અશોક વાઢેર બાળકની સારવારના ખર્ચ માટે લોકો પાસેથી મદદ માગી રહ્યા છે. અશોક વાઢેર કચ્છની ખાનગી કંપનીમાં 18000માં પગારદાર તરીકે નોકરી કરે છે. હવે તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના લોકોને તેમના બાળકની મદદ કરવા માટે અશોક વાઢેરે અપીલ કરી છે..

અશોક વાઢેરે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા દીકરાની તબિયત ખરાબ થઈ હોવાના કારણે તેને સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તે સમયે જાણવા મળ્યું હતું કે આ બાળકને SMA નામની બીમારી છે અને આ બીમારીની સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે.

ધૈર્યરાજસિંહ નામના બાળકને પણ SMA નામની બીમારી હતી અને તેના માતા-પિતાએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને મદદ કરવા માટે અપીલ કરી હતી. લોકોએ આ નાનકડા એવા બાળકની સારવાર માટે થોડી થોડી મદદ કરી હતી અને દાનવીરોના કારણે ધૈર્યરાજને 16 કરોડ રૂપિયાનું ઇન્જેકશન મુંબઇની હોસ્પિટલમાં આપવામાં આવ્યુ હતું. ત્યારે હવે અશોક વાઢેર પણ તેમના દીકરાની સારવાર કરાવવા માટે પણ લોકો મદદ કરે તેવી અપીલ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ખેડૂતો ચિંતામાં:-કોરોના વચ્ચે સૌરાષ્ટ્રમાં આ બે જગ્યા પર પડ્યો કમોસમી વરસાદ..

Abhayam

કબડ્ડી ઈતિહાસના ટોપ 10 રેઈડર્સ કોણ રહ્યા ?

Vivek Radadiya

નવા તલાટી અને જુનિયર ક્લાર્કને આ તારીખે સરકાર આપશે નિમણૂક પત્રો

Vivek Radadiya

1 comment

Comments are closed.