Abhayam News
Abhayam News

ભીખ માંગો, ઉધાર લાવો કે ચોરી કરો, પણ ગમે તેમ કરી લોકોના જીવ બચાવો:-દિલ્હી હાઈકોર્ટે મોદી સરકારને કહ્યું..

દિલ્હી હાઈકોર્ટે બુધવારના રોજ કેન્દ્રને નિર્દેશ આપ્યા છે કે, દિલ્હીની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન પહોંચાડો. જે લોકો ઓક્સિજનની કમીના કારણે જીવ સાથે જંગ લડી રહ્યા છે. હાઈકોર્ટે કહ્યુ હતું કે, કેન્દ્ર હાલતની ગંભીરતા કેમ સમજી શકતી નથી. અમે નિરાશ થયા છીએ કે, કેન્દ્ર સરકાર પરિસ્થિતી કેમ સંભાળી શકતી નથી. કોર્ટે કહ્યુ હતું કે, જ્યારે ટાટા ગ્રુપ ઓક્સિજનની વ્યવસ્થા કરી શકતુ હોય, તો બીજા લોકો શા માટે આવુ નથી કરી શકતા ? આ લાલચની હદ છે. શું જરાં પણ તમારામાં માનવતા રહી નથી.

કોર્ટે કહ્યુ હતું કે, અમે લોકોને ઓક્સિજનની કમીના કારણે મરતા જોઈ શકતા નથી. ઓક્સિજનનો પુરવઠો વધારવા માટે જરૂરી તમામ પ્રયાસો કરો. ભીખ માંગો, ઉધાર લાવો અથવા ચોરી કરો, પણ લોકોના જીવ બચાવો.

કોરોના સંકટ વચ્ચે દિલ્હી સરકાર દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત અંગે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી રહી છે. આ બધા વચ્ચે દિલ્હીની મૈક્સ હોસ્પિટલે આરોપ લગાવ્યો હતો કે તેમને ત્યાં આવનારા ઓક્સિજન ટેંકરને એઇમ્સની અંદર મોકલી દેવામાં આવ્યું હતું. જેના કારણે તેમના દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા. આ મામલે મેક્સ હોસ્પિટલે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરીને તરત સુનવણીની માંગ કરી હતી.

આ અંગેની સુનવણીમાં દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. સાથે જ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ઉદ્યોગોને અપાતો ઓક્સિજન તરત જ રોકવા માટે કહ્યું છે. હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું કે તમને ડિમાન્ડ અને સપ્લાઇનો કોઇ અંદાજ કેમ નથી? કેન્દ્ર સરકાર જલ્દીથી જલ્દી હોસ્પિટલોમાં ઓક્સિજન મોકલવા માટે રોડ પર કોરિડોર બનાવે અને જો શક્ય હોય તો ઓક્સિજનને એયરલિફ્ટ કરવામાં આવે. હાઇકોર્ટે કહ્યું કે આનાથઈ વધારે અમે શું આદેશ આપીએ? હાઇકોર્ટે કહ્યું કે દેશમાં હજારો લોકો મરી રહ્યા છે અને તમારી પ્રાથમિકતા સ્ટીલ પ્લાંટ છે?

દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીમાં વપરાશમાં લેવાતા ઓક્સિજનને તરત જ રોકવામાં આવે. કોર્ટે કહ્યું કે લોકોને મરવા માટે ના છોડી શકાય. આ એક ગંભીર મુદ્દો છે, લોકોને જિંદગીનો મૌલિક અધિકાર છે. તમે તેમના જીવ બચાવવા માટે શું કરી રહ્યા છો? કોર્ટે કહ્યું કે ઓક્સિજન એ જ ઉદ્યોગોને મળે જેઓ મેડિકલ સાથે જોડાયેલો સામાન બનાવી રહ્યા છે. હાઇકોર્ટે કહ્યું કે અમને આશ્ચર્ય છે કે કાલના અમારા આદેશ બાદ પણ હોસ્પિટલોને ઓક્સિજન નથી આપવામાં આવી રહ્યો.

Related posts

જાણી લો:-ગુજરાતમાં માસ્કના દંડ મામલે આવી ગયા મોટા સમાચાર…

Abhayam

જુઓ ફટાફટ :-ધોરણ 10ની પરીક્ષા ઓફલાઇન લેવાશે, 15 મે બાદ નિર્ણય લેવાઈ શકે…

Abhayam

વડાપ્રધાન ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ પૂર્વે 10મી માર્ચે ગાંધીનગર આવે તેવી સંભાવના

Abhayam

Leave a Comment