Abhayam News
AbhayamNews

જુઓ ફટાફટ:-આમ આદમી પાર્ટીના આ કોર્પોરેટર એ કોવિડ કેર આઇસોલેશન માટે આપ્યું આટલા લાખનું દાન, ગોપાલ ઇટાલિયાએ શું બોલી ઉઠ્યા…

રાજકીય નેતાઓ સામાન્ય રીતે વિકાસ કાર્યો માટે પોતાની ગ્રાન્ટ ફાળવતા હોય છે પણ એવું ભાગ્યે જ જોવા મળતું હોય છે કે જ્યારે રાજકીય નેતાઓ કોઈ સારા કામ અર્થે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચે. જોકે સુરતમાં જ્યારથી મહાનગરપાલિકાની ચૂંટણીમાં AAP ના 27 નગરસેવકો જીત્યા છે, ત્યારથી સુરતની રાજનીતિમાં સદંતર બદલાવ આવી ગયો છે.

કોરોના ની આ કપરી પરિસ્થિતિમાં સરકાર જ્યારે આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી રહી છે, ત્યારે ઈમાનદાર આમ આદમી પાર્ટીના નગર સેવકો દ્વારા સુરતમાં ઠેરઠેર કોવિડ કેર isolation સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં દર્દીઓને સારવાર ઉપરાંત પોતાના સ્વજનો જેવો જ પ્રેમ અને હૂંફ આપવામાં આવી રહ્યો છે. જોકે એટલું જ નહીં પરંતુ આ નગર સેવકો પણ રાત દિવસ આઇસોલેશન વોર્ડમાં દર્દીઓની સેવા કરતા જોવા મળ્યા છે.

ત્યારે આ બધાની વચ્ચે આ મહામારીના સમયમાં સુરત વોર્ડ નં-૧૬ના આમ આદમી પાર્ટી કોર્પોરેટર શ્રી જીતેન્દ્રભાઈ (જીતુભાઈ) કાછડીયાએ કોરોના આઈસોલેશન વોર્ડમાં રૂ.2,51,000/-નું આર્થિક યોગદાન અર્પણ કરીને સાચા અર્થમાં નગરસેવક સાબિત થયા છે. ત્યારે નગરસેવક જીતુભાઈના આ કાર્યની આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી છે.

જીતુભાઈ કાછડીયા દ્વારા  આઇસોલેશન વોર્ડ માટે  દાન આપીને આર્થિક સહયોગ ની જે ભાવના દર્શાવવામાં આવી છે તેને લઈને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એ તેમની પ્રશંસા કરતા જણાવ્યું છે કે સુરતની જનતાએ આવા ઈમાનદાર, લોકસેવી અને જનતાના હમદર્દ વ્યક્તિઓને પોતાના પ્રતિનિધી બનાવ્યા છે. આમ આદમી પાર્ટી સાચા અર્થમાં રાજનીતિ કરવા નહીં પરંતુ રાજનીતિ બદલવા માંગે છે.

Related posts

અયોધ્યામાં પંચકોસી પરિક્રમાનો પ્રારંભ

Vivek Radadiya

લોકસભામાં ચાલુ કાર્યવાહી ધસી આવ્યો શખ્સ 

Vivek Radadiya

ટીમ ઈન્ડિયા 245 રન પર ઓલઆઉટ

Vivek Radadiya