Abhayam News
Abhayam News

સી. આર.પાટીલ ફરી એક વાર વિવાદમાં,લોકોનું ટોળુ ભેગુ કરવામાં:-જાણો પોલીસ કમિશનરે શું કહ્યું ?

એક તરફ સરકાર જાહેરાત કરે છે કે, કોઈ પ્રકારના મેળાવડા કરવા નહીં, મોટી સંખ્યામાં લોકોએ ભેગા થવું નહી. બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મહાનગર વડોદરામાં એક જ દિવસમાં ત્રણ કોવિડ આઈસોલેશન સેન્ટરનું લોકાર્પણ કરવા પાંચ જુદા જુદા સ્થળે ભીડ ભેગી કરી હતી. એટલું જ નહીં ફોટો પણ પડાવ્યા હતા. કોરોના વાયરસને કારણે વડાદરા શહેરની સ્થિતિ ગંભીર બની રહી છે, કેસ વધી રહ્યા છે અને બેડ મળતા નથી.

એવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભીડ ભેગી કરી સંક્રમણ વધે એવો ઘાટ ઊભો કર્યો છે. તા.20 માર્ચે સી.આર. પાટીલે તમામ કાર્યક્રમો, સત્કાર સમારોહ કે મેળાવડા ન યોજવા માટેની જાહેરાત કરી હતી. મંગળવારે વડાપ્રધાન મોદીએ પણ રાષ્ટ્રજોગ પ્રવચનમાં ભીડ ભેગી ન કરવા સ્પષ્ટતા કરી હતી. પણ રાજ્યમાં અમુક નેતાઓને જાણે કોઈ નિયમ લાગુ ન પડતા હોય એવું લાગી રહ્યું છે. નિયમોનું એલાન કરનારા જ ગાઈડલાઈન્સનો ભંગ કરી રહ્યા છે.

facebook.com/CRPatilMP

બુધવારે વડોદરાની મુલાકાતે આવેલા પાટીલે શહેરમાં ધારાસભ્યો તથા સાંસદ તરફથી તૈયાર કરવામાં આવેલા મનો આઈસોલેશન સેન્ટરનું ઉદઘાટન કર્યું. ફ્રીડમ ગ્રૂપના સહયોગથી પ્લાઝમા રજીસ્ટ્રેશન કેમ્પનું નિરિક્ષણ કર્યું. એ સમયે ભાજપના કાર્યકર્તા તેમજ આગેવાનોની ભીડ જામી હતી. ત્યાં રહેલા મેડિકલ કર્મચારીએ પણ ટકોર કરીને ટોણો માર્યો હતો. તેણે કહ્યું કે, આમા કોરોના ક્યાંથી જાય? ધારાસભ્ય મનિષાબેન વકીલ તરફથી એક આઈસોલેશન સેન્ટર તૈયાર કરાયું છે. જેમાં 100 પથારીની વ્યવસ્થા છે. જ્યાં કાર્યકર્તા તથા કોર્પોરેટરે પ્રદેશ પ્રમુખ સાથે ફોટા પડાવવા ઘસારો કર્યો હતો. જ્યાં કોઈ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું. કારમાં બેસતી વખતે પણ પાટીલે ફોટો સેશન કરાવ્યું હતું.

ખોડિયારનગર પાસે આવેલી સ્કૂલમાં પણ સાંસદ રંજનબેન ભટ્ટ તથા પૂર્વ મેયર ડૉ. ભરત ડાંગર તરફથી આઈસોલેશન સેન્ટર તૈયાર કરાયું હતું. જેમાં બેડ, પુસ્તકો, ઈન્ડોર ગેમ જેવી સુવિધાનું પાટીલે નિરિક્ષણ કર્યું. આ ઉપરાંત વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના માર્ગદર્શનમાં અતિથિ ભવન ખાતે 75 બેડનું કોવિડ સેન્ટર તૈયાર કરાયું છે. જ્યાંથી 250 જેટલા ઑક્સિજન મશીન આપવા શરૂઆત કરાવી હતી. આ ઉપરાંત સમરસ હોસ્ટેલ કેર સેન્ટરની સ્થિતિની પણ સમિક્ષા કરી હતી. સરકારના નિયમોને એમના જ પક્ષના નેતાઓ જાણે પીગાળીને પી ગયા હોય એવું લોકમુખે ચર્ચાય છે. પોલીસ કમિશનર ડૉ.સમશેરસિંહે કહ્યું કે, કાર્યક્રમમાં ટોળા નહીં પણ ઓછા લોકો હતા. કાર્યક્રમની મંજૂરી અંગે સ્પેશ્યલ બ્રાંચને પૂછો. એમ કહીને મામલાને ખો આપી હતી. સ્પેશ્યલ બ્રાંચ એસ.પી. તેજલ પટેલે કહ્યું કે, કોઈ કાર્યક્રમ માટેની મંજૂરી અમારી પાસે નથી આવી.

Related posts

વૈજ્ઞાનિકોએ જણાવ્યું:-કોરોના થયા પછી કેટલા મહિના રહે છે એન્ટીબોડી,જાણો જલ્દી…

Abhayam

Success Story::ફક્ત 19 વર્ષમાં જે ઉંમરે બીજા કોલેજ જવાનું સપનું જોતા હોય છે, 1000 કરોડના માલિક બન્યા બે યુવાનો

Archita Kakadiya

કોરોના વેક્સિનેશનમાં રૂપિયા આટલા હજાર કરોડના કૌભાંડનો કર્યો દાવો .

Abhayam

Leave a Comment