ડીસેમ્બરમાં આટલા દિવસ બંધ રહેશે બેંક જો તમે બેંક સંબંધિત કોઇ કામ કરવા ઇચ્છતા હોય અથવા તો તમારા કોઇ બેંકના વ્યવહારો બાકી હોય તો તમારે તેને જલદી જ પતાવી લેવા જોઇએ. કારણ કે, ડિસેમ્બર મહિનામાં બેંક શાખાઓ બે કારણોસર ઘણા દિવસો માટે બંધ રહેશે. બેંક યુનિયન દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે અને બેંકની રજાઓ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવી છે.
જોકે, મોબાઇલ અને ઇન્ટરનેટ પર બેંકિંગ કામકાજ ચાલુ રહેશે. પરંતુ બેંક હોલિડે અને બેંકિંગ એસોસિએશનો દ્વારા આગામી સૂચિત હડતાલને કારણે ઘણી બેંક શાખાઓ બંધ રહેશે. જેથી અસંખ્ય ગ્રાહકોના કામ અટકી પડે તેવી શક્યતાઓ છે. અંતિમ સમયની ભાગદોડને ટાળવા માટે તમારે પણ તમામ બેંક સંબંધિત કાર્યો વહેલી તકે પતાવી દેવા જોઇએ.
RBIની યાદી મુજબ, ડિસેમ્બર 2023માં 11 દિવસ સુધી બેંક શાખાઓ બંધ રહેશે.
રાજ્ય ઉદ્ઘાટન દિવસ/સ્વદેશી આસ્થા દિવસ: 1 ડિસેમ્બર
સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ફીસ્ટ: 4 ડિસેમ્બર
પા-તોગન નેંગમિંજા સંગમા: 12 ડિસેમ્બર
લોસુંગ/નામ્સુઓંગ: 13 ડિસેમ્બર
લોસુંગ/નામ્સુઓંગ: 14 ડિસેમ્બર
યુ સોસો થામની પુણ્યતિથિ: 18 ડિસેમ્બર
ગોવા મુક્તિ દિવસ: 19 ડિસેમ્બર
ક્રિસમસ: 25 ડિસેમ્બર
ક્રિસમસ સેલિબ્રેશન: 26 ડિસેમ્બર
ક્રિસમસ: 27 ડિસેમ્બર
યુ કિયાંગ નાંગ નાંગબાહ: 30 ડિસેમ્બર
આ ઉપરાંત આ દિવસો દરમિયાન વિકેન્ડ્સ પર બેંકો બંધ રહેશે.
3 ડિસેમ્બર: રવિવાર
9 ડિસેમ્બર: બીજો શનિવાર
10 ડિસેમ્બર: રવિવાર
17 ડિસેમ્બર: રવિવાર
23 ડિસેમ્બર: ચોથો શનિવાર
31 ડિસેમ્બર: રવિવાર
ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (AIBEA) એ જાહેરાત કરી છે કે તે 4 ડિસેમ્બર, 5 ડિસેમ્બર, 6 ડિસેમ્બર, 7 ડિસેમ્બર, 8 ડિસેમ્બર, 11 ડિસેમ્બરે 6 દિવસની હડતાલ પર જશે. આ બેંક હડતાલ, બેંક રજાઓ, વિકેન્ડ્સ એમ કુલ મિલાવીને બેંકો 24 દિવસ સુધી બંધ રહેશે. જો કે દેશમાં દરેક જગ્યાએ આ દિવસે બેંકો બંધ નહીં રહે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે