Abhayam News
AbhayamGujarat

સીરપના જથ્થાને લઇ રાજ્યભરમાં પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ

Raiding operation started by police across the state regarding the quantity of syrup

સીરપના જથ્થાને લઇ રાજ્યભરમાં પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ Kheda Syrup Scandal Latest News : સીરપકાંડ બાદ સીરપના જથ્થાને લઇ રાજ્યભરમાં પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં બોટાદ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, દ્વારકા, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં આ સંબંધિત કાર્યવાહી કરાઇ છે. મહત્વનું છે કે, ખેડા સીરપકાંડમાં સત્તાવાર મૃત્યુઆંક 6 ઉપર પહોંચ્યો છે. આ તરફ હવે રાજ્યભરની પોલીસ પણ આવી નશીલી અને પ્રાણઘાતક સીરપને લઈ પણ એક્શનમાં આવી છે અને અલગ-અલગ જગ્યાએ કે જ્યાં આ પ્રકારની સીરપનું વેચાણ થતું હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

Raiding operation started by police across the state regarding the quantity of syrup

ખેડા સીરપ કાંડમાં હવે તપાસ જેમ જેમ તેજ બની રહી છે તેમ તેમ નવી અપડેટ સામે આવી રહી છે. આ તરફ હવે મૃતકોના પોસ્ટમોર્ટમ ન કરવા બદલ 2 હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે તો સિરપકાંડમાં સત્તાવાર મૃત્યુઆંક 6 ઉપર પહોંચ્યો છે. ખેડા જિલ્લા પોલીસ દ્વારા સત્તાવાર માહિતી આપતા મૃત્યુઆંકમાં વધારો થયો છે. આ તરફ નશીલા સિરપકાંડ મામલે 6 વ્યક્તિઓનાં મોત બાદ SITની રચના કરાઇ છે. આ બધાની વચ્ચે ખેડામાં વધુ એક વ્યક્તિને નશાકારક સિરપની અસર થઈ છે. જેને લઈ અસરગ્રસ્ત વ્યક્તિને અમદાવાદ સિવિલમાં ખસેડાયા છે. આ તરફ રાજ્યભરમાં આવી સિરપનું વેચાણ કરતાં સામે પણ કાર્યવાહી તેજ બની છે. 

Raiding operation started by police across the state regarding the quantity of syrup

ગઢડામાં આઇસક્રીમના ગોડાઉનમાં સિરપનો જથ્થો ઝડપ્યો
સિરપકાંડ બાદ સિરપના જથ્થાને લઇ પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ થઈ છે. જેમાં ગઢડા પોલીસે રાજ આઇસક્રીમના ગોડાઉનમાં સિરપનો જથ્થો ઝડપ્યો છે. વિગતો  મુજબ 12 હજારની કિંમતની સિરપની 80 બોટલ કબજે કરાઇ છે. જેને લઈ હવે પોલીસે ફરિયાદ દાખલ કરી સિરપનો જથ્થો તપાસ માટે FSLમાં મોકલ્યો હોવાનુ સામે આવ્યું છે. 

ભાવનગરમાં નશાકારક સિરપના વેચાણને અટકાવવા પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. જેને લઈ પોલીસ દ્વારા જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી 60 બોટલ સિરપ જપ્ત કરાઇ છે. ફરિયાદકા ગામમાં SOGએ દરોડા પાડી સિરપની 28 બોટલ જપ્ત કરી તો ઘોઘારોડ પોલીસે દરોડા પાડી સિંધુનગરમાંથી 30થી વધુ સિરપની બોટલ ઝડપી હોવાનું સામે આવ્યું છે.

પોલીસની રાજ્યવ્યાપી સઘન તપાસ
નશીલા સિરપથી મોતને મામલે પોલીસની રાજ્યવ્યાપી સઘન તપાસ શરૂ થઈ છે. જેને લઈ ગાંધીનગર SOG, LCBએ શંકાસ્પદ દવાઓ ઝડપી પાડી છે.

Raiding operation started by police across the state regarding the quantity of syrup

દ્વારકામાં નશાનો વેપલો કરતા ઇસમોની અટકાયત  
દ્વારકામાં આયુર્વેદિક સિરપની આડમાં નશાનો વેપલો કરતા શખ્સોની અટકાયત કરાઇ છે. ઓખાના આર. કે. બંદર વિસ્તારમાં પાનની દુકાનમાંથી સિરપનો જથ્થો મળ્યો હતો. જેમાં 192 નંગ નશાકારક સિરપની બોટલ જપ્ત કરાઇ છે. આ દરમિયાન મુખ્ય સૂત્રધાર સુનિલ સુરેન્દ્ર ઠક્કર સહિત 8 આરોપીની અટકાયત કરાઇ તો પોલીસે 11 મોબાઇલ, સ્માર્ટ વોચ, કાર સહિત 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સુનિલ ઠક્કર, ભાવિક પ્રેસવાલા અને આમોદ ભાવે, દિવ્યરાજ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, નિલેશ કાસ્ટા, કુલદીપસિંહ જાડેજા નામના શખ્સની અટકાયત કરી છે. મહત્વનું છે કે, 8 આરોપીઓની રાજ્યના અલગ અલગ સ્થળેથી અટકાયત કરાઇ છે. 

Raiding operation started by police across the state regarding the quantity of syrup

ઊંઝામાંથી આયુર્વેદિક સિરપનો જથ્થો ઝડપાયો
ખેડામાં 5 લોકોના મોત બાદ મહેસાણા પોલીસ હરકતમાં આવી છે. મહેસાણા બાદ ઊંઝામાંથી આયુર્વેદિક સિરપનો જથ્થો ઝડપાયો છે. મહેસાણા LCBએ ઊંઝામાંથી આયુર્વેદિક સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. જય વિજય રોડ પર ગોકુલ ડેરી પાર્લરમાંથી 121 બોટલ મળી આવી છે. આ તરફ હવે મહેસાણા પોલીસ જિલ્લાના તમામ પાર્લરોમાં તપાસ કરી રહી છે. જિલ્લામાં અનેક જગ્યાએ પાર્લરોમાં આયુર્વેદિક શિરપનુ વેચાણ થાય છે. 

ભીલડી પોલીસે અંજની પાર્લરના ગોડાઉનમાં પાડ્યા દરોડા 
બનાસકાંઠા જિલ્લાના ડીસાના ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સીરપનો જથ્થો ઝડપાયો છે. ભીલડી પોલીસે અંજની પાર્લરના ગોડાઉનમાં દરોડા પાડ્યા છે. 1090 બોટલ સહીત 1.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ દ્વારા ગેરકાયદેસર વેંચાણ કરતા લોકો પર કાર્યવાહી કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હિમતસિંહ પટેલે ચાર્જ સંભાળ્યો

Vivek Radadiya

આ સંસ્થા બાળકોને આપે છે અનોખું શિક્ષણ

Vivek Radadiya

અયોધ્યા રામ મંદિરની મુખ્ય ચરણ પાદુકા ગુજરાતમાં

Vivek Radadiya