Abhayam News
AbhayamPoliticsSports

શું મહેન્દ્ર સિંહ ધોની રાજકારણમાં આવશે?

Will Mahendra Singh Dhoni enter politics?

શું મહેન્દ્ર સિંહ ધોની રાજકારણમાં આવશે? મહેન્દ્ર સિંહ ધોનીના ફોટો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. પરંતુ, ધોનીનો આ વખતનો ફોટો ખુબ ખાસ અને અલગ છે. મહેન્દ્ર સિંહની બીજેપી નેતાઓ સાથેની મુલાકાતનો આ ફોટો છે, જેને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ડિસેમ્બર 2014માં તેણે અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.

Will Mahendra Singh Dhoni enter politics?

ભારતીય ક્રિકેટર ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ ચૂક્યા બાદ વધુ સમય તેના ઘર રાંચીમાં પસાર કરે છે. ક્યારેક તે રાંચીના રસ્તાઓ પર તો ક્યારેક બાઈક રાઈડ કરતો જોવા મળે છે. તો ક્યારેક લોન્ગ ડ્રાઈવ પણ કરતો જોવા મળ્યો છે.

શું મહેન્દ્ર સિંહ ધોની રાજકારણમાં આવશે?

Will Mahendra Singh Dhoni enter politics?

ઝારખંડના કેટલાક ભાજપના નેતાઓએ ગુરુવારના રોજ રાંચીમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત રાંચી એરપોર્ટ થઈ હોવાનું અનુમાન છે. ફોટો સામે આવ્યા બાદ લોકો અટકળો લગાવી રહ્યા છે કે, ધોની ભાજપમાં એન્ટ્રી કરશે.

એક ફોટોમાં રાજ્યસભા સાંસદ અને ઝારખંડ પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યયક્ષ દિપક પ્રકાશ,રાંચીના ધારાસભ્ય અને ઝારખંડ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સીપી સિંહ અને કાંકેના ભાજપના ધારાસભ્ય સમરી લાલ ધોની સાથે ઉભા જોવા મળે છે.

Will Mahendra Singh Dhoni enter politics?

અન્ય ફોટોમાં દીપક પ્રકાશ અને મહેન્દ્ર સિંહ ધોની અન્ય મુદ્દા પર વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ધોનીની રાજનીતિમાં આવવાની અટકળોએ જોર પકડ્યું છે.મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીના ફોટો મેજ પર જોવા મળે છે.

પરંતુ વાત એવી છે કે,ગૃહમંત્રી અમિત શાહના રાંચી આગમન સમયે ભાજપના નેતાઓ એરપોર્ટ પર તેમના સ્વાગત માટે હાજર હતા. મહેન્દ્ર સિંહ ધોની તે સમયે એરપોર્ટ પર હાજર હતો. તેમણે ત્રણેય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ધોનીની ભાજપ નેતા સાથેની મુલાકાતના લોકો અનેક અર્થ કાઢી રહ્યા છે. લોકો કહે છે કે શું ધોની રાજકારણમાં આવશે? જો કે આ ફોટો સામે આવ્યા બાદ ચર્ચાઓ શરુ થઈ ચૂકી છે.

Will Mahendra Singh Dhoni enter politics?

તમને જણાવી દઈએ કે,ધોની ભાજપમાં જોડાવાની અફવા કેમ ફેલાય છે. 2024 એપ્રિલ મહિનામાં લોકસભા ચૂંટણી છે. અને 2024 નવેમ્બરમાં ઝારખંડ વિધાનસભાની ચૂંટણી છે. ઝારખંડમાં 6 રાજ્યસભા સીટ છે. જેમાંથી 3 ભાજપ પાસે છે.1 કોંગ્રેસ એટલે કે ધીરજ પ્રસાદ શાહુ પાસે છે. તેઓ 3 વખત રાજયસભાના સાંસદ તરીકે ચૂંટાય ચૂક્યા છે. તેની ટર્મ 3 મે 2024ના રોજ પૂર્ણ થાય છે. અહિ ભાજપને ફાયદો મળી શકે છે.

Will Mahendra Singh Dhoni enter politics?

મહેન્દ્ર સિંહ ધોની હંમેશા અચાનક જ નિર્ણયો લેતો આવ્યો છે. ડિસેમ્બર 2014માં તેણે અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. 2019 નો વર્લ્ડ કપ રમ્યા પછી, માહીએ આગામી એક વર્ષ સુધી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી ન હતી અને પછી ઓગસ્ટ 2020 માં તેણે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. તો રાજકારણમાં આવવાની વાત પણ ખુબ મોટી હોય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

હવે બાયોલોજી વગર પણ બની શકો છો ડોક્ટર

Vivek Radadiya

પાકિસ્તાન ફરી ઘૂંટણિયે! અમદાવાદની મેચમાં ભારત સામે થયેલી ફરિયાદ પર ICCએ આપ્યો મોટો ચુકાદો

Vivek Radadiya

અમૂલ દૂધમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો,જાણો ક્યારથી નવી કિંમતો લાગુ થશે..

Abhayam