Abhayam News
AbhayamGujaratPolitics

હાર માટે અપેક્ષા પ્રમાણે કોંગ્રેસે EVMને જવાબદાર ગણાવ્યું

As expected, Congress blamed EVMs for the defeat

હાર માટે અપેક્ષા પ્રમાણે કોંગ્રેસે EVMને જવાબદાર ગણાવ્યું ત્યારે ટેકનોલોજીની દ્રષ્ટિએ EVM ફૂલપ્રફુ છે તેવું ખુદ ચૂંટણીપંચ અનેકવાર કહી ચુક્યું છે, ભૂતકાળમાં ચૂંટણીપંચે EVMમાં ટેમ્પરિંગ સાબિત કરવા પડકાર પણ ફેંક્યો હતો ત્યારે બહુ ગાજેલા પક્ષો સામે આવ્યા નહતા. પાયાનો પ્રશ્ન એટલો જ છે કે જેને 1998થી તમામ રાજકીય પક્ષોએ સર્વસહમતિથી સ્વીકારી લીધું છે તે EVM સામે રહી રહીને સવાલ કેમ ઉઠે છે. અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશના ઉદાહરણ આપીને ફરી બેલેટ પેપરથી ચૂંટણી યોજવી 140 કરોડથી વધુની વસ્તીના દેશમાં અને 91 કરોડ જેટલા મતદાર ધરાવતા દેશમાં હવે વ્યાજબી છે કે કેમ. ચૂંટણીમાં જીત થાય તો નેતાઓને ક્રેડિટ અને હાર્યા તો EVM જવાબદાર આવી સ્થિતિ કેમ?

As expected, Congress blamed EVMs for the defeat
  • EVMમાં હેકિંગ શક્ય છે
  • ચૂંટણીપંચે EVM અંગે સંતોષકારક જવાબ આપવો જોઈએ
  • મને EVM ઉપર ભરોસો નથી

રાજ્યોની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ તરફથી આક્ષેપબાજી કરી છે.  હાર માટે અપેક્ષા પ્રમાણે કોંગ્રેસે EVMને જવાબદાર ગણાવ્યું છે.  ફરી એકવાર ચૂંટણીના પરિણામો સામે બિનજરૂરી સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.  ચૂંટણી પરિણામ માટે EVMમાં હેકિંગનો આક્ષેપ છે.  EVMમાં પડેલા મત સામે સવાલ ઉઠાવીને જનાદેશનું સીધું અપમાન છે.  જ્યાં જીત મળી છે ત્યાં EVM સામે સવાલ શા માટે નહીં તે જ મોટો સવાલ છે. 

As expected, Congress blamed EVMs for the defeat
  • ખામીને ઢાંકવા બહાના શોધી રહી છે કોંગ્રેસ
  • 3 રાજ્યોમાં હાર્યા તો તેલંગાણામાં કેમ જીત્યા?
  • તેલંગાણાની જીત માટે EVMમાં ગડબડી કેમ જવાબદાર નહીં?

દિગ્વિજયસિંહે શું કહ્યું?
આ બાબતે દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે, EVMમાં હેકિંગ શક્ય છે. ચૂંટણીપંચે EVM અંગે સંતોષકારક જવાબ આપવો જોઈએ. મને EVM ઉપર ભરોસો નથી. પોસ્ટલ બેલેટ મુજબ 199 બેઠક ઉપર કોંગ્રેસ આગળ હતી. દિગ્વિજયસિંહે કહ્યું કે મતદાતા નથી બદલાયો તો પરિણામ કેમ બદલાયું?

As expected, Congress blamed EVMs for the defeat
  • EVM સ્વતંત્ર મશીન છે એટલે ઈન્ટરનેટ કે અન્ય નેટવર્ક સાથે જોડાતું નથી
  • કોઈ રિમોટ ડિવાઈસથી EVMને હેક નથી કરી શકાતું
  • EVMમાં કોઈ ફ્રિકવંસી રિસીવર અથવા કોઈ ડેટા ડિકોડર નથી

હાર માટે અપેક્ષા પ્રમાણે કોંગ્રેસે EVMને જવાબદાર ગણાવ્યું

ભાજપનો જવાબ શું?
આ બાબતે ભાજપે જવાબ આપવા કહ્યું કે, ખામીને ઢાંકવા બહાના કોંગ્રેસ શોધી રહી છે.  3 રાજ્યોમાં હાર્યા તો તેલંગાણામાં કેમ જીત્યા? તેલંગાણાની જીત માટે EVMમાં ગડબડી કેમ જવાબદાર નહીં? EVM છેલ્લા બે દાયકાથી છે, વિપક્ષ પણ જીતે છે. વિપક્ષની જીત ઉપર અમે સવાલ ઉઠાવતા નથી.

As expected, Congress blamed EVMs for the defeat

EVMના ઉપયોગનો ઈતિહાસ

1977
પહેલીવાર ચૂંટણીપંચે EVM અંગે વિચાર કર્યો
 
1979
ECIL, હૈદરાબાદને EVMની ડિઝાઈન તૈયાર કરવા કહેવાયું
 
1980
રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સમક્ષ EVMની પ્રતિકૃતિ મુકાઈ
ECILની સાથે-સાથે BEL બેંગ્લુરુને પણ સાથે જોડવામાં આવ્યું
 
1982
કેરળની પરુર વિધાનસભાના 50 મતદાન કેન્દ્ર ઉપર EVMનો ઉપયોગ
 
1983
EVMનો ઉપયોગ અટકાવવામાં આવ્યો
સુપ્રીમકોર્ટે યોગ્ય કાયદો ઘડવા આદેશ આપ્યો
 
1989
સરકારે ચૂંટણીપંચને EVMના ઉપયોગનો અધિકાર આપ્યો
જનપ્રતિનિધિત્વના કાયદાની કલમ સુધારવામાં આવી
 
1998
EVMના ઉપયોગ માટે સર્વસહમતિ બની
3 રાજ્યની 25 વિધાનસભા બેઠક ઉપર ઉપયોગ થયો
 
1999
45 લોકસભા બેઠક ઉપર EVMનો ઉપયોગ
 
2000
હરિયાણાની 45 વિધાનસભા બેઠક ઉપર ઉપયોગ
 
2001
ચાર રાજ્યની તમામ બેઠકો ઉપર EVMનો ઉપયોગ
ક્રમશ:રાજ્યોમાં EVMથી મતદાન થતું રહ્યું
 
2004
તમામ લોકસભા બેઠક ઉપર EVMથી મતદાન

EVMની સુરક્ષા કેમ સચોટ?
EVMમાં ટેમ્પરિંગ શક્ય નથી. EVM કોમ્પ્યુટર દ્વારા કંટ્રોલ થતુ નથી. EVM સ્વતંત્ર મશીન છે એટલે ઈન્ટરનેટ કે અન્ય નેટવર્ક સાથે જોડાતું નથી. કોઈ રિમોટ ડિવાઈસથી EVMને હેક કરી શકાતું નથી.  EVMમાં કોઈ ફ્રિકવંસી રિસીવર અથવા કોઈ ડેટા ડિકોડર નથી. રિસીવર કે ડિકોડર નથી એટલે વાઈ-ફાઈ કે બ્લૂટૂથથી ટેમ્પરિંગ થઈ શકતું નથી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

રોટરેકટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ નો 23મો ઇન્સ્ટોલેશન સમારોહ शंखनाद યોજાયો.

Abhayam

જાણો:-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અર્થશાસ્ત્રનું પેપર કેવી રીતે લીક થયું..

Abhayam

સામાજીક અને સેવાકીય કાર્યમાં સક્રિય યુવા કરૂણેશ રાણપરિયા એ અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો ..

Abhayam