Abhayam News
AbhayamSports

ICCએ T20 વર્લ્ડકપ 2024 માટે રજૂ કર્યો નવો LOGO

ICC released new LOG for T20 World Cup 2024

ICCએ T20 વર્લ્ડકપ 2024 માટે રજૂ કર્યો નવો LOGO T20 વર્લ્ડ કપ 2024નું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે અને આ મેગા ઇવેંટની તૈયારી અત્યારથી જ શરૂ શરૂ કરી દેવામાં આવી છે. દરેક ટીમ હાલ ટી20 મોડમાં આવી ગઈ છે અને ICCએ પણ અત્યારથી તેની તૈયારી શરૂ કરી દીધી છે. 

ICCએ T20 વર્લ્ડકપ 2024 માટે રજૂ કર્યો નવો LOGO

કેરેબિયા અને અમેરિકામાં આવતા વર્ષે ટી20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે એવાં હાલ ICCએ T20I ક્રિકેટના પ્રમુખ આયોજન માટે નવો લોગો લોન્ચ કર્યો છે. આઈસીસીએ આગામી ટૂર્નામેન્ટ સાથે સંબંધિત એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં આગામી સિઝનના લોગો વિશે માહિતી આપવામાં આવી છે. આ વીડિયો શેર કરતી વખતે બોર્ડે લખ્યું છે કે, ‘બેટ, બોલ અને એનર્જી એ ત્રણ વસ્તુઓ છે જે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટને દર્શાવે છે! ICC T20 વર્લ્ડ કપ માટે એક આકર્ષક નવો દેખાવ.

ICC released new LOG for T20 World Cup 2024

જણાવી દઈએ કે પુરુષ ક્રિકેટ T20 વર્લ્ડ કપનું આયોજન 4 જૂન થી 30 જૂન 2024 વચ્ચે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં કરવામાં આવશે અને મહિલા ક્રિકેટ T20 વર્લ્ડ કપનું આયોજન બાંગ્લાદેશમાં કરવામાં આવશે. હજુ સુધી આ T20 વર્લ્ડ કપની તારીખો વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે ICCએ આજે આ લોગો લોન્ચ કરીને એમ જણાવી દીધું છે કે તેને પણ આ મેગા ઈવેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જુનાગઢની HDFC બેન્કમાં કર્મચારીની કરામત

Vivek Radadiya

ઓનલાઈન પેમેન્ટ કરનારાઓને કેન્દ્ર સરકારે નવા વર્ષમાં મોટી ભેટ આપી. 

Vivek Radadiya

સુરત માં આજે માત્ર 40 સેન્ટર પર જ મળશે કોરોના વેક્સિન…

Abhayam

1 comment

Comments are closed.