Abhayam News
Abhayam

હાર્ટઍટેકનો કોરોના કે વેક્સિન સાથે શું છે સંબંધ? 

હાર્ટઍટેકનો કોરોના કે વેક્સિન સાથે શું છે સંબંધ?  ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટઍટેકના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન હવે રાજ્યમાં વધતા હાર્ટઍટેકના કિસ્સાને લઈ પહેલીવાર પત્રકાર પરિષદ કરવામાં આવી છે. હૃદયની સંભાળ માટે નિષ્ણાંત ચાર તબીબો દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જેમાં યુ એન મહેતા હોસ્પિટલના હેડ ડો.ચિરાગ દોશીએ નિવેદન આપતા કહ્યું કે, યુવાનોમાં હાર્ટઍટેકના કિસ્સામાં 52% મોત હ્રદયના હુમલાને કારણે થતો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે, ડેથ રેટ ખરેખર વધ્યો છે કે શું છે સાચી માહિતી અને રિસર્ચ કર્યું છે. 

શું કહ્યું ડો.ચિરાગ દોશીએ ? 
યુ એન મહેતા હોસ્પિટલના હેડ ડો.ચિરાગ દોશીએ કહ્યું કે, લોકોને સાચી સમજણ પડે તે માટે આજે વાત કરવાની છે. યુવાન લોકોમાં હ્રદય રોગ ઘણા સમયથી ચર્ચાનો વિષય છે. જેથી અમે ડેથ રેટ ખરેખર વધ્યો છે કે શું છે સાચી માહિતી અને રિસર્ચ કર્યું છે. અચાનક મૃત્યુ થવું તેને સડન ડેથ કહીએ છીએ. હ્રદય થી સંબંધિતને કાર્ડિયાક અરેસ્ટ કેહવાય છે. યુવાનોમાં હાર્ટઍટેકના કિસ્સામાં 52% મોત હ્રદયના હુમલાને કારણે થતો જોવા મળ્યો છે. 

હાર્ટઍટેકનો કોરોના કે વેક્સિન સાથે શું છે સંબંધ? 

જાણો કેમ આવે છે હાર્ટઍટેક ? 
ડો.ચિરાગ દોશીએ કહ્યું કે, હ્રદયને ચલાવવા માટે ધમનીઓ હોય છે, ધમનીઓ બ્લોક થાય અને મગજમાં લોહી પહોંચે નહિ ત્યારે હાર્ટ એટેક આવે છે. આ સાથે તેમણે કહ્યું કે, મગજનો પણ એટેક આવી શકે છે. વધારે શ્રમ કરવાને કારણે હાર્ટ બીટ વધી જતી હોય છે, હાર્ટ રેટ 180 થઈ જાય તો વધુ લોહી જમાં થવા લાગે છે. આ સાથે જો વધુ લોહી જમા થવાને કારણે માનવીનું મૃત્યુ ઈલાજ ન મળવાને કારણે થતું હોય છે-. મુખ્ય નળી હાર્ટમાંથી બહાર આવતી હોય છે, મુખ્ય નળીમાં તકલીફ થાય તો પણ મૃત્યુ થતું હોય છ. લોહીની ગાંઠ અને ફેફસામાં લોહી ન પહોંચે તો પણ મૃત્યુ થઈ શકે છે. 

આવ સંજોગોમાં તાત્કાલિક તબીબને બતાવવું-ડો.ચિરાગ દોશી
યુ એન મહેતા હોસ્પિટલના હેડ ડો.ચિરાગ દોશીએ કહ્યું કે, ચક્કર આવવા, બેભાન થવું, શ્વાસ ચડવો જેને સામાન્ય ન ગણવુ જોઈએ અને આવા સંજોગોમાં તાત્કાલિક તબીબને બતાવવું જોઈએ. હાર્ટઍટેકની વાત કરીએ તો મુખ્ય લક્ષણોમાં હાર્ટઍટેક હ્રદયના દર્દીને છાતીમાં ડાબી બાજે દુખાવો થતો હોય છે. છાતી પર કોઈએ પથ્થર મૂક્યો હોય તેવો આભાસ થવો, આ દુખાવાની તીવ્રતા વધુ હોય તો હાર્ટ એટેકના લક્ષણો છે. ચાલતા માણસને દુખાવો થાય ત્યાર બાદ દુખાવો નોર્મલ થયા તો તે હ્રદયનો દુખાવો ગણી શકાય છે. હ્રદયમાં કોઈ દુખાવો ન થયા અને જલ્દી થાકી જાઓ, શ્વાસ લેવામાં તકલીફ થવી તે હાર્ટઍટેકના લક્ષણો છે. 

હાર્ટઍટેક જવાબદાર કારણો
ડો.ચિરાગ દોશીએ કહ્યું કે, આ રોગ પરિવારમાં ચાલતો રોગ છે. 55 વર્ષ પેહલા જો આ રોગ કોઈને આવ્યો હોય તો આ રોગ થઈ શકે છે. લાઇફ સ્ટાઇલ પણ એટલી જ જવાબદાર કારણ છે. હાર્ટઍટેકમાં બ્લડ પ્રેશર મુખ્ય કારણછે. હોસ્પિટલ આવતા દર્દીઓમાંથી 30% દર્દીઓ બ્લડ પ્રેશરના હોય છે. સ્મોકિંગ અને ટોબેકો પણ જવાબદાર છે. જંક ફૂડ પણ હ્રદય રોગ માટે જવાબદાર છે. બટર, ચીઝ, ઓઇલનું વગેરે પ્રમાણ હાર્ટઍટેક માટે જવાબદાર હોય છે. ઈન એક્ટિવ લાઇફ, 30% થી 35% લોકો ફિઝિકલ એક્ટિવ નથી. આ સાથે તેમણે કહ્યું કે, સામાન્ય પણે 10 થી 11 કિમી દિવસ દરમિયાન ચાલવું જોઈએ. તો સ્પર્ધાત્મક નોકરીઓમાં જવાબદારીઓથી વધતો સ્ટ્રેસ પણ હાર્ટઍટેક માટે જવાબદાર હોવાનું ડો.ચિરાગ દોશીએ કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

માત્ર એક કલાકમાં ફક્ત 50 રૂપિયાના ખર્ચ સાથે ખેતી કરતો ખેડૂત ..

Abhayam

પ્રસિદ્ધ કૃષ્ણના અને માતા -પિતા વિશે જાણીએ.

Vivek Radadiya

સાયબર સ્કેમનો નવો કેસ સામે આવ્યો

Vivek Radadiya