Abhayam News
AbhayamPolitics

ભજનલાલ શર્મા બન્યાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રી

Bhajanlal Sharma became the new Chief Minister of Rajasthan

ભજનલાલ શર્મા બન્યાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રી મુખ્યમંત્રી પસંદ કરવામાં છત્તીસગઢ અને મધ્યપ્રદેશની જેમ ભાજપે રાજસ્થાનમાં પણ ચોંકાવ્યાં છે. રાજસ્થાનમાં ભજનલાલ શર્માને સીએમ તરીકે જાહેર કરાયાં છે. પણ નવા ચહેરાને સીએમ પદે બેસાડાયા છે. વસુંધરા રાજ, બાબા બાલકનાથ જેવા મહારથીઓને પછાડીને તેમણે સીએમની ખુરશી મેળવી લીધી છે.

રાજધાની જયપુરમાં મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ભાજપે રાજનાથસિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેયને રાજસ્થાન સીએમ નક્કી કરવાની જવાબદારી સોંપી હતી. જે પ્રમાણે 3 ધારાસભ્યો બપોરે જયપુર પહોંચ્યા હતા અને ધારાસભ્ય દળની બેઠક શરુ કરી કરાઈ હતી. 

ધારાસભ્ય દળની બેઠક પહેલા હોટલમાં મળ્યાં રાજનાથ અને વસુંધરા રાજે
ધારાસભ્ય દળની બેઠક પહેલા ભાજપના નિરીક્ષક અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ જયપુરની હોટલ લલિતમાં મળ્યાં હતા અને નવા મુખ્યમંત્રીને લઈને ચર્ચા ચલાવી હતી. રાજનાથે વસુંધરા રાજને પાર્ટી હાઈકમાન્ડના નિર્ણય વિશે જાણ કરી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. 

રાજસ્થાનમાં ભાજપને મળી 115 બેઠકો
તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 115 બેઠકો મળી છે અને ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે નવા ચૂંટાયેલા ધારાસભ્યોની આજે જયપુરમાં બેઠક મળી હતી. 

રેસમાં કોણ કોણ હતું?
રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે અડધા ડઝનથી વધુ દાવેદારો છે. જેમાં પૂર્વ સીએમ વસુંધરા રાજે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુનરામ મેઘવાલ, દિયા કુમારી, પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કિરોરી લાલ મીના, ઓપી માથુર, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને બાબા બાલકનાથ સામેલ છે. 
છત્તીસગઢ અને જયપુરમાં પણ ભાજપે ચોંકાવ્યાં
છત્તીસગઢ અને જયપુરમાં પણ ભાજપે ચોંકાવ્યાં હતા અને બન્ને રાજ્યોમાં તદ્દન નવા ચહેરાને સીએમ પદે બેસાડ્યાં હતા. ભાજપે છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાય અને મધ્યપ્રદેશમા મોહન યાદવને સીએમ જાહેર કર્યાં છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

પરિવાર માટે કેવી રીતે ખરીદશો યોગ્ય હેલ્થ ઈન્શ્યોરન્સ?

Vivek Radadiya

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની 126 મી જન્મજયંતી દિવસે યોજાશે મહારક્તદાન કેમ્પ…

Abhayam

રાજ્ય બન્યું ઇકો ફ્રેન્ડલી

Vivek Radadiya