Abhayam News
AbhayamNews

અમૂલ દૂધમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો,જાણો ક્યારથી નવી કિંમતો લાગુ થશે..

સામાન્ય માણસ એક તરફ પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલના ભાવવધારાથી પરેશાન છે. ત્યારે તેને વધુ એક ફટકો પડ્યો છે. હવે દૂધમાં ભાવ વધારો (Milk Price hike) થયો છે. અમૂલે દૂધની (Amul Milk)કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો છે. દૂધની વધેલી કિંમતો આવતીકાલથી એટલે કે 1 જુલાઇ 2021થી લાગુ થશે.

જાણકારી પ્રમાણે અમૂલ દૂધની નવી કિંમતો ગુજરાત, દેશની રાજધાની નવી દિલ્હી, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં લાગુ થશે. કંપનીએ પોતાની બધી બ્રાન્ડ્માં 2 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા, અમૂલ ટી સ્પેશ્યલ, અમૂલ સ્લિમ એન્ડ સ્ટ્રીમમાં બે રૂપિયા પ્રતિ લિટરના હિસાબે ભાવ વધારો થશે. અમૂલ ગોલ્ડ 58 રૂપિયા પ્રતિ લિટરના હિસાબે મળશે.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડે (GCMMF)ના પ્રબંધ નિર્દેશક આર એસ સોઢીએ જણાવ્યું હતું કે લગભગ એક વર્ષ અને સાત મહિના પછી કિંમતોમાં વધારો કરવા જઈ રહ્યા છીએ. જે ઉત્પાદન ખર્ચમાં વૃદ્ધિના કારણે જરૂર થઇ ગયો હતો. અમૂલ દૂધની કિંમતો કાલથી આખા ભારતમાં 2 રૂપિયા પ્રતિ લિટરની વૃદ્ધિ કરાશે.

આ ભાવ વધારા બાદ અમદાવાદ માર્કેટમાં અમૂલ ગોલ્ડના 500 ml પાઉચનો નવો ભાવ 29 રૂપિયા થયો છે અને અમૂલ તાજા 500 ml પાઉચનો ભાવ 23 રૂપિયા થયો છે. અમૂલ દ્વારા અમૂલ શક્તિ 500 ml પાઉચનો ભાવ 26 રૂપિયા થયો છે.

સુરત અને તાપી જિલ્લાના લાખો નાગરિકો પાસેથી દૂધના ભાવ વધારાના નામે ઉઘાડી લૂંટ કરનારા સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલને જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પાઠવીને વહેલી તકે ભાવ વધારો પરત કરવાની માંગ કરવામાં આવી હતી. આ સિવાય સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને કિલો ફેટના ભાવ 86 રૂપિયાને બદલે 100 રૂપિયા કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ બંને મુદ્દે જો ચેરમેન દ્વારા તાત્કાલિક નિર્ણય નહી લેવામાં આવે તો જિલ્લા કોંગ્રેસ દ્વારા જનઆંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગુજરાત હવામાન વિભાગે આપી મોટી અગાહી જાણો શું છે આગાહી….

Abhayam

શ્રમિક અન્નપૂર્ણા યોજના

Vivek Radadiya

દારુની હેરાફેરી કરતી મહિલાઓ ઝડપાઈ

Vivek Radadiya