Abhayam News
AbhayamSports

IPL: 2 નવી ટીમોની થશે એન્ટ્રી, આ ટીમો રેસમાં છે…..

દુનિયાની સૌથી મોંઘી અને મોટી T20 લીગ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે કોઈ ઉત્સવથી ઓછી નથી. ક્રિકેટ પ્રેમીઓ આખું વર્ષ IPLની સીઝનની રાહ જોતા હોય છે અને ક્રિકેટ લીગ દરમિયાન પોતાની પસંદગીની ટીમો અને ખેલાડીઓને સપોર્ટ કરતા હોય છે. આ વર્ષે IPL ભારતમાં જ રમાઈ રહી હતી, પરંતુ વધતા કોરોનાના પ્રકોપને ધ્યાનમાં લઈને તેને સ્થગિત કરી દેવામાં આવી હતી, જે હવે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં UAEમાં રમાશે.

હાલમાં IPLમાં 8 ટીમો ભાગ લઈ રહી છે પરંતુ, જલદી જ વધુ બે ટીમોની IPLમાં એન્ટ્રી થવા જઈ રહી છે. એવામાં દુનિયાની સૌથી મોટી T20 લીગની મજા બેવડી થવા જઈ રહી છે. આગામી વર્ષે બે નવી ટીમો જોડાશે તે નક્કી છે, જેથી IPLમાં 10 ટીમો ટૂર્નામેન્ટમાં ભાગ લેશે અને તેનાથી મેચો પણ વધી જશે. હવે IPLમાં વધારેમાં વધારે ખેલાડીઓને ચાન્સ મળશે. દુનિયાભરની નજરો IPL 2022ની 15મી સીઝન પર હશે. ક્રિકબઝના એક રિપોર્ટ મુજબ, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) IPLની 14મી સીઝનના બીજા ચરણ પહેલા બે ટીમોને જોડવામાં લાગી છે.

વર્ષ 2014 બાદથી જ T20 ટુર્નામેન્ટ 8 ટીમો સાથે રમાઈ રહી છે, એ જોવું રસપ્રદ રહેશે કે નવી ટીમો જોડાતા શું પરિણામ હશે. IPL 2022માં એક મેગા ઓક્શન થશે, જેમાં ટીમોને પૂરી રીતે સુધારાના દોરમાંથી પસાર થવું પડશે. હાલમાં BCCIનું લક્ષ્ય IPLની આ વર્ષની 14મી સીઝનની બાકી મેચોનું આયોજન કરવાનું હશે. IPLની 14મી સીઝનની શરૂઆત ભારતમાં થઈ હતી ત્યારે 29 મેચ રમાઈ ચુકી છે હવે બાકી 31 મેચ UAEમાં રમાશે. કોરોનાના વધતા પ્રકોપના કારણે ટુર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી હતી. હવે તેની શરૂઆત ફરીથી સપ્ટેમ્બરમાં કરવામાં આવશે.

રિપોર્ટ મુજબ, નવી ટીમોને જોડવામાં આવી શકે છે. અન્ય ઇન્ટરેસ્ટેડ પાર્ટીઓ પાસેથી કેટલાક સંકેત પણ છે કે અંતિમ કિંમત શું હોય શકે છે. એવી ચર્ચા છે કે, અમદાવાદ એક ફ્રેન્ચાઇઝી બની શકે છે. જોકે નવી ફ્રેન્ચાઇઝીને લઈને અંતિમ નિર્ણય લેવા પહેલા હરાજીની પ્રક્રિયા થશે. BCCI આગામી વર્ષે મેગા ઓક્શનની તૈયારી કરી રહી છે. તેમાં 3 રિટેન્શન હશે અને 2 રાઇટ ટૂ મેચ કાર્ડ ખેલાડી હશે. અન્ય ખેલાડીઓને પણ ઓક્શનમાં ઉતારવામાં આવશે. જો બે વધુ ફ્રેન્ચાઇઝીઓને સામેલ કરવામાં આવશે તો પછી મેગા ઓક્શન કરવામાં આવશે. બોર્ડ હાલમાં રાહ જોઈ રહ્યું છે.

IPLની હાલની 8 ટીમોમાં CSK, MI, KKR અને RCB સૌથી મોંઘી ચાર ટીમ છે. મુંબઈની કિંમત સૌથી વધારે 2700-2800 કરોડ છે, જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સની કિંમત 2200-2300 કરોડ રૂપિયા છે. ક્રીકબઝના રિપોર્ટ અનુસાર નવી ફ્રેન્ચાઇઝીની બેઝ પ્રાઇઝ લગભગ 250 મિલિયન ડોલર એટલે કે 1800 કરોડની આસપાસ હોય શકે છે, જ્યારે તેની મેક્સિમમ કિંમત 2200-2900 કરોડ વચ્ચે હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

પ્રધાનમંત્રીએ માજીનાં હાથની ચા પણ પીધી

Vivek Radadiya

વડોદરામાં આજથી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ

Vivek Radadiya

વિશ્વનું ‘સ્ટાર્ટઅપ કેપિટલ’ બનવા જઈ રહ્યું છે

Vivek Radadiya