
જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને આ સેટિંગ તરત અપડેટ કરી લેવું જોઈએ. નહીં તો તમારી સાથે પણ ફ્રોડ થઈ શકે છે.
- આધારકાર્ડ યુઝર્સ સાવધાન
- હાલ જ અપડેટ કરી લો આ સેટિંગ્સ
- નહીં કો બેંક એકાઉન્ટ થઈ શેક છે ખાલી
દેશમાં સાઈબર ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યા છે. અપરાધી આધાર અને અન્ય ડોક્યુમેન્ટથી જાણકારીનો ગેર ઉપયોગ કરીને મોટા મોટા ફ્રોડને અંજામ આપી રહ્યા છે. તેના ઘણા કેસ સામે આવ્યા છે. જોકે તમે પોતાના આધારને ફ્રોડથી બચાવી શકો છો. તેના માટે તમારે અમુક સેટિંગ્સને અપડેટ કરવાનું રહેશે.

આધાર એક એવુ ડોક્યુમેન્ટ છે જે હવે મોટાભાગે દરેક જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. સરકારી કામથી લઈને અંગત કામો માટે આધારનો યુઝ કરવામાં આવી રહ્યો છે. જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમે ઘણા કામોને પુરા પણ નથી કરી શકતા. આધાર એક 12 અંકોનો નંબર હોય છે જેને ડિજિટલી કે ફિઝિકલી યુઝ કરવામાં આવે છે. એવામાં તમે પણ ફ્રોડના શિકાર થઈ શકો છો.

પોતાના આધારને મિસયુઝ થવાથી કેવી રીતે બચાવશો?
જો તમે ફ્રોડથી બચવા માંગો છો તો તમારે આધારમાં બાયોમેટ્રિક જાણકારીને લોક કરાવી લેવી જોઈએ. બાયોમેટ્રિક જાણકારી લોક થયા બાદ કોઈ પણ તમારા આધાર સાથે જોડાયેલી જાણકારી નહીં લઈ શકે. જોકે જ્યારે તમારે આધારનો યુઝ કરવાનો હશે ત્યારે તમે તેને ફરીથી અનલોક કરી શકશો અને યુઝ કરી શકો છો. તેનાથી ફ્રોડ થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જશે.
- સૌથી પહેલા તમારે આધાર એપને ડાઉનલોડ કરી લેવી
- એપના ટોપ પર “Register My Aadhaar” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે ચાર નંબરનો પાસવર્ડ બનાવવાનો રહેશે.
- તેના માટે તમારે આધાર નંબર અને કેપ્ચા સિક્યોરિટી એડ કરવાની રહેશે.
- રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે.
- OTP એડ કર્યા બાદ તમારૂ આધાર એકાઉન્ટ ઓપન થઈ જશે.
- હવે નીચે “Biometrics Lock” પર ક્લિક કરો.
- એક વખત ફરી તમને કેપ્ચા અને OTP એડ કરવાનો રહેશે.
- OTP વેરીફાઈ થયા બાદ તમારૂ બાયોમેટ્રિક લોક થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…