Abhayam News
Abhayam

કોલ ફોરવર્ડિંગ દ્વારા કરવામાં આવે છે છેતરપિંડી

Fraud is done by call forwarding

કોલ ફોરવર્ડિંગ દ્વારા કરવામાં આવે છે છેતરપિંડી હાલમાં ઓનલાઈન છેતરપિંડીના કેસમાં વધારો થઈ રહ્યો છે. સાયબર ગુનેગારો નવી નવી પદ્ધતિ દ્વારા ફ્રોડ કરી રહ્યા છે. આ ક્રમમાં હવે કોલ ફોરવર્ડિંગ સ્કેમ દ્વારા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ મોબાઇલ નેટવર્ક ઓપરેટર્સ કસ્ટમર કેર સર્વિસ ઓફિસર હોવાનો ઢોંગ કરે છે અને લોકોને લૂંટી રહ્યા છે. આજે જાણીશું કે કોલ ફોરવર્ડિંગ ફ્રોડ શું છે અને કેવી રીતે બચી શકાય છે.

Fraud is done by call forwarding

તેઓ 401 થી શરૂ થતો નંબર ડાયલ કરવાનું કહે છે

સ્કેમર્સ લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે મોબાઇલ નેટવર્ક ઓપરેટર્સ સર્વિસ આપનારા હોવાનો ઢોંગ કરે છે. તેઓ તમને કહેશે કે, તમારું એકાઉન્ટ હેક થયું છે અને તમારા સિમ કાર્ડમાં સમસ્યા છે. ત્યારબાદ જો લોકો તેનું સમાધાન પૂછે છે તો તેઓ 401 થી શરૂ થતો નંબર ડાયલ કરવાનું કહે છે. લોકો આ નંબર ડાયલ કરે છે અને પછી તમારો કોલ તેમના નંબર પર ફોરવર્ડ થઈ જશે.

તમારા નંબર પર આવતા OTP મેળવે છે

ત્યારબાદ ઠગ લોકોના એકાઉન્ટમાં લોગ ઇન કરવાનો પ્રયત્ન કરે છે. તેમાં મેસેજિંગ એપ્લિકેશન અથવા બેંક એકાઉન્ટ સામેલ છે. સ્કેમર્સ તમારા ફોન કોલને સરળતાથી એક્સેસ કરી શકે છે અને તમારા નંબર પર આવતા OTP પણ મેળવી શકે છે. આ ઉપરાંત એવા ઘણા કેસ સામે આવ્યા છે જેમાં છેતરપિંડી કરનારાઓ ફેક કોલર આઈડીનો ઉપયોગ કરે છે.

કોઈપણ અજાણ્યા નંબર કે કોડને ડાયલ કરવો નહીં

જો તમે કોલ ફોરવર્ડિંગ ફ્રોડથી બચવા માંગો છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. સૌથી પહેલા તો કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવું નહીં. આ સિવાય તમારા ફોનમાંથી કોઈપણ અજાણ્યા નંબર કે કોડને ડાયલ કરવો નહીં. જો કોઈ તમને કંપનીના ઓફિસર તરીકે રજૂ કરે છે તો કોલર આઈડી એપ પર તેને ક્રોસ ચેક કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

નવા વર્ષની શરૂઆત પહેલા પેટીએમનો નિર્ણય

Vivek Radadiya

LIC એ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું

Vivek Radadiya

ગુજરાતમાં કોરોના બેકાબુ: આજ સાંજ સુધીમાં લાગી શકે છે લોકડાઉન, અત્યારે જ બોલાવાઈ હાઈલેવલની મીટિંગ…

Abhayam