Abhayam News
AbhayamNews

હળવદના રણમલપુરમાંથી કાર્યકર્તા AAPમાં જોડાયા:-ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ..

સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાં સભ્ય જોડો અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત હળવદ તાલુકાના રણમલપુર ગામના ભાજપ-કોંગ્રેસના કુલ 50 કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો હતો. આમ આદમી પાર્ટી તરફથી તમામને આવકારવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીમાં ઈસુદાન ગઢવી જોડાતા સભ્ય જોડો અભિયાનમાં વેગ આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા બદલશે ગુજરાત 2022ના સુત્ર સાથે આખા ગુજરાતમાંથી સભ્યોને આમ આદમી પાર્ટી સાથે જોડવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

પણ અરવિંદ કેજરીવાલની અમદાવાદ મુલાકાત બાદ આમ આદમી પાર્ટીમાં અનેક પ્રકારે આયોજન થઈ રહ્યા છે. સુરતમાંથી કુલ 1000થી વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હોવાનો પક્ષ તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, સભ્ય જોડો અભિયાન થકી સફળતા મળશે કે કેમ એ તો ચૂંટણી પરિણામમાંથી જાણવા મળશે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણમલપુર ગામેથી ભાજપ તેમજ કોંગ્રેસના કુલ 50 કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયા છે. જેના કારણે ભાજપ અને કોંગ્રેસ બંનેને મોટો ફટકો પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

હાઇટેક અને સૌથી સુરક્ષિત છે RapidX Rail Namo Bharat – ખાસિયત જાણો

Vivek Radadiya

ઈસરો હવે અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન સ્થાપશે અને ચંદ્ર પર માનવ મોકલશે; જાણો ક્યારે ગગનયાન લોન્ચ થશે

Vivek Radadiya

પ્રેસિડન્ટ પુતિને હવે મહિલાઓની કરી અપીલ

Vivek Radadiya