ઉત્તર પ્રદેશના અલીગઢમાં PSI આશિષ કુમારના સાહસની લોકોમાં જ નહીં પણ પોલીસ બેડામાં પણ ચર્ચા થઈ રહી છે. અલીગઢ પોલીસમાં ડ્યૂટી કરતા આશિષ કુમારે બહાદુરી દેખાડી દાદો વિસ્તારમાં આવેલી એક ગંગા નહેરમાં ડૂબતા યુવકને બચાવી લીધો છે. રવિવારે ગંગા દશમીના અવસર પર 22 વર્ષના એક યુવકને નહેરમાં ડૂબતા જોયો હતો.
આ દરમિયાન તેણે કોઈ પ્રકારનો વિલંબ કર્યા વગર નહેરમાં કુદકો માર્યો. પછી તે યુવકને નહેરના પાણીમાંથી ખેંચીને કિનારા સુધી લાવ્યા હતા. એમની આ બહાદૂરી જોઈને SPએ રૂ.25000ના ઈનામની જાહેરાત કરી છે. ગંગા નહેરમાં ડૂબતા વ્યક્તિનો જીવ બચાવવા પર DGP યુપી હેડ ઓફિસમાંથી પણ સન્માન મળી રહ્યું છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ આશિષકુમારના આ સાહસની પ્રશંસા કરી છે. ઉત્તર પ્રદેશના ગૃહવિભાગે કર્મચારીને રૂ.50,000નો રોકડ પુરસ્કાર આપવાનું એલાન કર્યું છે.

પોલીસ અધિકારી યુવાનને બચાવે છે એવો એક વીડિયો પણ સામે આવ્યો છે. ગંગા નહેરમાં ખૂબ પાણી ભર્યું હતું. આશિષકુમાર કોઈ પણ રીતે યુવકને ખેંચીને કિનારા સુધી લઈ આવ્યા હતા. આશિષ કુમારે નાનપણમાં જ તરતા શીખી લીધું હતું. એવું જાણવા મળ્યું છે.

SSP અલીગઢ કલાનિધિ નૈથાણીએ આશિષકુમારને ઑફિસ પર બોલાવી સર્ટિફિકેટ તથા રૂ.50,000ના રોકડ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. ઉત્તર પ્રદેશ પોલીસે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી એમનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આ ઉપરાંત આશિષકુમારને આપવામાં આવેલા સન્માનના ફોટો પણ શેર કર્યા છે. આ મામલે આશિષકુમારે કહ્યું કે, ગંગા કિનારે મારી ડ્યૂટી હતી. એ સમયે એક યુવાન નહેરમાં ડૂબી રહ્યો હતો. મેં તરત જ નહેરમાં છલાંગ લગાવીને એનો જીવ બચાવ્યો છે. નહેરની વચ્ચેથી એને ખેચીને કિનારા સુધી લઈ આવ્યો.

યુવક નહેરમાં ડૂબતો હતો ત્યારે તે બચાવવા માટે બૂમો પાડી રહ્યો હતો. યુવકને નહેરમાંથી બાહર કાઢી સુરક્ષિત ઘરે પહોંચાડ્યો હતો. લોકોનો જીવ બચાવવા માટે પોલીસ કર્મી હંમેશા તત્પર હોય એનું ઉદાહરણ આશિષકુમારે આપ્યું છે. જોકે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી શેર થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…