ભાજપમાં બધા કોંગ્રેસના જ છે : ઋત્વિક મકવાણા Rutvik Makwana Statement : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વાત જાણે એમ છે કે, પહેલા આપના ધારાસભ્યએ રાજીનામું આપ્યું અને બાદમાં કોંગ્રેસના એક ધારાસભ્યએ પણ રાજીનામું આપી દીધું હતું. જે બાદમાં કોંગ્રેસ નેતાઓના નિવેદન પણ સામે આવ્યા હતા. જોકે હવે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઋત્વિક મકવાણાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ છોડીને જનારા MLAથી અમને કોઈ ફરક નથી પડવાનો. કોંગ્રેસની ભલે સીટો ઘટી પણ મતદાન ઘટ્યું નથી.
ભાજપમાં બધા કોંગ્રેસના જ છે : ઋત્વિક મકવાણા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઋત્વિક મકવાણાએ મોટું નિવેદન આપ્યું છે. ઋત્વિક મકવાણાએ ધારાસભ્યોના રાજીનામા અંગે નિવેદન આપતા કહ્યું કે, કોંગ્રેસ છોડીને જનારા MLAથી અમને કોઈ ફરક નથી પડવાનો, કોંગ્રેસનું મતદાન ઘટ્યું નથી ભલે સીટો ઘટી. આ સાથે કહ્યું કે, ભાજપમાં બધા કોંગ્રેસના જ છે પક્ષના મૂળ સાથે કોઈ જોડાયેલા નથી.
છેલ્લી કલાકોમાં જ વોટિંગમાં ગરબડ
આ સાથે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, છેલ્લી કલાકોમાં જ વોટિંગમાં ગરબડ થાય છે. ભાજપમાં બધા કોંગ્રેસના જ છે પક્ષના મૂળ સાથે કોઈ જોડાયેલા નથી. આ સાથે કહ્યું કે, હું આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપમાં જવાનો નથી કે હું કોઈ દિવસ ભાજપમાં જોડાવાનો નથી. આ તેમણે ઉમેર્યું કે, મને ટિકિટ મળે કે ન મળે એનો કોઈ રંજ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે