Abhayam News
AbhayamNews

AAP ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ આપી એવી માહિતી કે હવે કોરોનાના પોઝીટીવ દર્દીઓને આઇસોલેશન માટે ભટકવું નહીં પડે, જાણો શુ કહ્યું ?

સુરતમાં કોરોનાના સંક્રમણને કારણે હોસ્પિટલમાં બેડની સુવિધા ઉપલબ્ધ થઇ રહી નથી. ત્યારે સુરત આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર રાજેશભાઈ મોરડીયા તેમજ લાઈફલાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ના ઘનશ્યામભાઈ ઇટાલીયા ના સંયુક્ત પ્રયત્નોથી સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં એક અત્યંત આધુનિક સગવડ ધરાવતા આઇસોલેશન વોર્ડ નું નિર્માણ કરવામાં આવ્યું છે.

અત્રે નોંધનીય છે કે સુરતમાં જ્યારથી કોરોના નું સંક્રમણ વધ્યું છે ત્યારથી હોસ્પિટલોમાં બેડ મળતા નથી. તેવા સંજોગોમાં રાજકીય પક્ષો પણ આગળ આવ્યા છે જેમાં ભાજપ દ્વારા પણ એક 1000 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી તો બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ આ સેવાયજ્ઞમાં જરા પણ પાછળ રહી નથી. આમ આદમી પાર્ટીના નગરસેવકો અને કાર્યકરો દ્વારા પણ કોરોનાની મહામારી માં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના નગરસેવક રાજેશભાઈ મોરડીયા અને લાઇફ લાઇન ચેરિટેબલ ટ્રસ્ટના ઘનશ્યામભાઈ ઇટાલિયા ના સંયુક્ત પ્રયત્નોથી તૈયાર કરાયેલ આઈસોલેશન વોર્ડ ની વિશેષતા એ છે કે અહીં દર્દીને જરૂરિયાત હોય એવી તમામ ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાઈ છે. એટલું જ નહીં પરંતુ દર્દીને બાષ્પ લેવા માટેના મશીન થી લઈને મોબાઇલ ચાર્જ કરવાના પોઇન્ટની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જો આઇસોલેશન વોર્ડ ની મુલાકાત લેવામાં આવે તો એવું લાગે કે જાણે કોઈ સ્પેશિયલ સુવિધા ધરાવતી હોસ્પિટલ હોય !

Related posts

નાઇટ કર્ફ્યૂ અંગે CM રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો.

Abhayam

AAPનાં નેતા પર હુમલા બાદ ગૃહ વિભાગે લીધો મહત્વનો નિર્ણય…

Abhayam

અફઘાનના હિન્દુ અને શિખ લોકો ભારત આવવા રાજી નથી જાણો ભારત પાછા ફરવા નું શું કારણ જણવ્યું…

Deep Ranpariya

Leave a Comment