Abhayam News
AbhayamLife Style

ગુજરાતમા આવ્યા રાહત ના સમાચાર જાણો શુ છે ખબર…

  • ગુજરાતમા મા અને મા વાત્સલ્યમ્ કાર્ડધારકને કોરોના ની સારવારના ખર્ચમા રાહત મળશે.
  • ખાનગી હોસ્પિટલમા સારવાર લેનારને દૈનિક 5000 સુધી ની મર્યાદામા 10 દીવશના 50000 સુધીની રાહત મળશે.
  • આ રાહતનો લાભ 10.જુલાઈ 2021 સુધી જ મળશે.
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધયક્ષતામા મળેલી કૉર કમિટીની બેઠકમા નિર્ણય લેવાયો.
  • રાજ્યમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં માં કાર્ડ ચાલશે પણ 10 દિવસમાં 50 હજાર સુધીનો ખર્ચ જ મળશે
  • રાજ્યનાં 80 લાખથી વધુ ગરીબ અને મઘ્યમવર્ગીય પરિવારોને સૌથી મોટી રાહત મળશે

ગુજરાત માટે સારા સમાચાર આવીયા.ગુજરાતમા મા અને મા વાત્સલ્યમ્ કાર્ડધારકને કોરોના ની સારવારના ખર્ચમા રાહત મળશે..ખાનગી હોસ્પિટલમા સારવાર લેનારને દૈનિક 5000 સુધી ની મર્યાદામા 10 દીવશના 50000 સુધીની રાહત મળશે.આ રાહતનો લાભ 10.જુલાઈ 2021 સુધી જે મળશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધયક્ષતામા મળેલી કૉર કમિટીની બેઠકમા નિર્ણય લેવાયો.

CM વિજય રૂપાણી ની અધ્યક્ષતા હેઠળ બોલવાયેલ મિટિંગ ની અનાદ લેવાયો નિર્ણય . જેમા મા વાત્સલ્યમ્ કાર્ડધારકને કોરોના ની સારવારના ખર્ચમા રાહત મળશે.તેવી જાહેરાત કરવા મા અવીચ્છે .આ સહાય 10.જુલાઈ 2021 સુધી જ મળશે.

ખાનગી હોસ્પિ.માં કોરોનાની સારવારમાં માં કાર્ડ ચાલશે, પણ 50 હજાર સુધીનો જ ખર્ચ મળશે, સ્મશાનમાં ફરજ બજાવતા કર્મીનું કોરોનાથી મૃત્યુ થાય તો 25 લાખની સહાય.

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં સ્મશાનગૃહના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. સ્મશાનગૃહમાં ફરજ બજાવતા આવા કોઈ કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય પણ રાજ્ય સરકાર આપશે.

રાજ્યના મધ્યમવર્ગના પરિવારો ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં માં કાર્ડ અને વાત્સલ્યમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. 50 હજાર સુધીનો સારવાર ખર્ચ મળવા પાત્ર થશે.કોર કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા પચાસ હજાર સુધીનો સારવાર ખર્ચ આ કાર્ડમાંથી મળવા પાત્ર થશે. મુખ્યમંત્રીએ સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આ લાભ 10 મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યનાં 80 લાખથી વધુ. ગરીબ અને મઘ્યમવર્ગીય પરિવારોને સૌથી મોટી રાહત મળશે.

આ પણ વાંચો.:APP ના નગરસેવકૉ સાચા અર્થમાં નગરસેવક સાબિત થયા..

ગત 15મી એપ્રિલે સરકારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ ભાર્ગવ કારિઆ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હાઈકોર્ટના સૂચન બાદથી જ સરકારે કોરોનાને રોકવા તાત્કાલિક અસરકારક નિર્ણયો લેવાના શરૂ કરી દીધા હતા. સાથે જ આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ યોજનામાં કોવિડ-19ની સારવારને પણ શામેલ કરવામાં આવી છે, તેમ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ abhayam news સાથે

https://chat.whatsapp.com/CuY92QGvJvRHfiocx2ZOKT

Related posts

ISRO ચીફે આપી સૌથી મોટી અપડેટ

Vivek Radadiya

deepfack ને લઈને zerodha ceo નીતિન કામતે આપી ચેતવણી

Vivek Radadiya

ફક્ત આ લોકો જ થઈ શકશે યાત્રામાં સામેલ:-જગન્નાથ પુરીની રથયાત્રાને લઈને મોટો નિર્ણય

Abhayam