કોરોનાની ગંભીર સ્થિતિને જોતા ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. ગતરોજ હાઇકોર્ટમાં સરકારે સોગંદનામુ રજૂ કર્યુ હતુ. ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠ સમક્ષ સુનાવણી શરૂ કરવામાં આવી છે. સુઓમોટો અરજીમાં પક્ષકાર તરીકે જોડવા હાઈકોર્ટ એડવોકેટ એસો.ની રજૂઆત કરી હતી.
ગુજરાત સરકારની અમુક નીતિઓ સામે સ્પષ્ટ શબ્દોમાં ભારોભાર નારાજગી વ્યક્ત કરતા સુઓમોટો PILની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલો કર્યા હતા. ત્યારે આજે ફરી હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણી શરૂ થઈ છે, જેમા ફરી રેમડેસિવિર ઈન્જેક્શનના મામલે કોર્ટ સરકારને ખખડાવી રહી છે.
એડવોકેટ જનરલે કહ્યું, મીડિયા રિપોર્ટમાં વધુ પડતી વરવી સ્થિતિ બતાવે છે. એડવોકેટ જનરલની વાત સાથે ચીફ જસ્ટીસે અસહમતી દર્શાવી હતી અને કહ્યુ હતુ કે, મીડિયાના રિપોર્ટને સદંતર અવગણી ન શકીએ. જે સ્થિતિ છે તે જ મીડિયામાં બતાવાઈ રહી છે
ગુજરાતની જનતા ટેસ્ટિંગ માટે લાંબી કતારોથી લઇને હોસ્પિટલોમાં ખૂટી રહેલા બેડ અને એમ્બ્યુલન્સની લાંબી લાઇનોના દ્રશ્યો જ તે સમજવા માટે પૂરતા છે કે રાજ્યમાં કોરોના કઇ હદે પ્રસર્યો છે. પરંતુ તેમ છતાં રૂપાણી સરકાર જાણે કે નિંદ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં વધતા કોરોનાના સંક્રમણને લઇને હાઇકોર્ટ પણ રૂપાણી સરકારની ટકોર કરી ચુકી છે. તેવામાં હાઇકોર્ટે ફરી એકવાર સરકારનો ઉધડો લીધો છે. હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવતા કહ્યું કે નિર્દેશ અને સૂચનનો અમલ થયો નથી માટે કોરોનાની સૂનામી આવી છે. 15 અને 16 માર્ચથી કેસો સતત વધી રહ્યાં છે.
ઓનલાઈન સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટ સરકારને તતડાવ્યા
અત્યારે લોકો ભગવાનના ભરોસે છે.
ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ દિવસે કેમ મળે છે
શોપિંગ મોલ, દુકાનોમાં લોકો ભેગા ન થાય એવા પગલાં લો.
સરકારની અમુક નિતિઓથી અમે પણ નારાજ છીએ.
લોકોને એવું તો ભરોસો કરાવો કે તમે કશું કરી રહ્યો છો.
સામાન્ય માણસને RTPCR ટેસ્ટના રિઝલ્ટ માટે 4, 5 દિવસ, જ્યાંરે VIP કોઈ હોય તો સાંજ સુધીમાં રિપોર્ટ મળી જાય છે. આવી માહિતી પણ અમને મળી છે.
108 કે એમ્બ્યુલન્સ માટે રાહ ન જોવી પડે એવી વ્યવસ્થા ગોઠવો
કોરોનામાં નાના મકાનમાં રહેતા પરિવારને પ્રોબ્લેમ થાય છે, આવા લોકોને રાખવા માટે કોઈ વ્યવસ્થા છે
કોરોના કેસના આંકડા સાચા નથી એટલે જ રેમડેસિવિરની અછત છે આ પણ બીજું કારણ
જે દર્દીને ઓક્સિજનની જરૂર છે એને દાખલ કરવામાં આવતા નથી, આ સાચું છે?
ઓક્સિજનનું બ્લેકમાર્કેટિંગ થઈ રહ્યું છે, અરેજમેન્ટ જલ્દી કરાવો
ઓગસ્ટમાં કેસો ઘટી ગયા પછી ફેબ્રુઆરી પછી સરકાર ભૂલી ગઈ કે કોરોના છે
સામાન્ય માણસો માટે ટેસ્ટ કરવામાં 5 દિવસ થાય છે તમને ખબર છે?
તમારી ડોકટરોની એક્સપર્ટ ટીમ દ્વારા લોકો સુધી રેમડેસિવિરના વપરાશની સાઈડ ઇફેક્ટની માહિતી પહોંચાડો
દરેક તાલુકામાં અને જિલ્લામાં RTPCR ટેસ્ટ સુવિધા છે?
GMDCમાં ડ્રાઇવ થું શરૂ કરવામાં આવી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કઈ વ્યવસ્થા છે, તેમાં કોર્ટને રસ છે
અમેં આખા રાજ્યની વાત કરીએ છે, ફક્ત અમદાવાદની વાતો ન કર્યા કરો મી. ત્રિવેદી
તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે, લાઇનો કેમ લાગે છે
દરેક ન્યૂઝ પેપરમાં બેડ, ઓક્સિજન મળતા નથી એનો ઉલ્લેખ છે
મ એક જ જગ્યાએ ઇન્જેક્શન મળે છે? મેડિકલ સ્ટોર અને અન્ય હોસ્પિટલમાં કેમ ઇન્જેક્શન નથી મળતાં..??
કોઈને રેમડેસીવીર જોઈએ છે તો કેમ ખરીદી નથી શકતું? કોઈને પૈસા ખર્ચવાની મજા થોડી આવે?
રોજના 27000 ઇન્જેક્શન ક્યાં જાય છે…બધાને ઇન્જેક્શન મળવા જ જોઈએ.
મેં જાણ્યું છે કે હોસ્પિટલ દાખલ કરવાની ના પડે છે, તમે કહો છો કે બેડ, ઓક્સિજન, ઈન્જેકશન પૂરતા છે તો 40 એમ્બ્યુલન્સ કેમ લાઇનમાં છે.
ઈન્જેકશન માટે કેમ લાઈનમાં ઉભુ રહેવું પડે છે, શા માટે કોઈ તમારી પાસે આવવું પડે અને કહે ત્રિવેદીજી મારી મદદ કરો મારે ઇન્જેક્શન જોઈએ?
15થી 16 માર્ચ પછી કેસો વધવાના શરૂ થયા ત્યારબાદ કોઈ ઘટાડો જોવાયો નથી
રાજ્યસરકાર જે કામ કરી રહી છે તેનાથી વધુ કરવાની જરૂર છે
હાઇકોર્ટ દ્વારા વારંવાર સરકારને ટકોર કરવામાં આવી છે છતાં પરિસ્થિતિ પર કાબૂ નથી
તમે જે રેમદેસીવીર ની દલીલ કરી રહ્યા છો એ એફિડેવિટમાં નથી
WHO કંઈ કહે છે, ICMR બીજુ કહે છે અને ગુજરાતમાં નાગરિકો રેમડેસિવર લેવા ફરે છે, આ શુ છે ?
સરકારે શું આપ્યો જવાબ
ગુજરાતમાં કોરોના વાયરસની બગડતી પરિસ્થિતિ મુદ્દે હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો ત્યારે સરકાર તરફથી હાઇકોર્ટમાં 61 પાનાંનું સોગંધનામું રજૂ કરવામાં આવ્યું છે જેમાં સરકાર દ્વારા કોરોનાકાળમાં કરવામાં આવેલ કામગીરી વિશે જાણકારી આપવામાં આવી છે.