Abhayam News
AbhayamNews

પૂજય સ્વામીજી સચ્ચિદાનંદજીના હસ્તે શૌર્ય અને બહાદુરી દાખવવા બદલ સ્ત્રી શક્તિનું સન્માન કરાયું તેમજ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપતું પ્રવચન કરાયું..

સરદારધામ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના મુખ્ય ઉદ્દેશ સાથે સમાજોપયોગી, શૈક્ષણિક તેમજ યુવા અને નારી સશક્તિકરણની કામગીરી કરવામાં આવે છે. તે અંતર્ગત તા.2-5-21ના રોજ પાટણ જિલ્લાના સમી તાલુકાના શ્રી ડાહ્યાભાઈ પટેલનું અકસ્માતે અવસાન થતા તેમના ઘરમાં ધાડપાડુઓ દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરેલ તેમાં ડાહ્યાભાઈના પુત્રી શ્રીમતી કામિનીબેન પટેલ દ્વારા એકલા હાથે કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર હિંમતથી ધાડપાડુઓનો સામનો કરી પકડીને પોલીસને હવાલે કરેલ. આ અભૂતપૂર્વ શૌર્ય અને બહાદુરી દાખવવા બદલ અને અન્ય દીકરી / સ્ત્રીઓને પણ પ્રેરણા મળે તેના ભાગરૂપે સરદારધામ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.


આ સન્માન કાર્યક્રમ સરદારધામ, અમદાવાદ ખાતે તારીખ:07-05 શુક્રવારના રોજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું હોવાથી મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો તેમજ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરાયું હતું. આ કાર્યક્રમમાં કામિનીબેનને સમાજસુધારક અને પ્રગતિશીલ વિચારક પરમ પૂજય શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ (દંતાલીવાળા) ના તેમજ ટીમ સરદારધામના વરદ્દહસ્તે સંસ્થા તરફથી બુકે , મોમેન્ટો, ખેશ અને રૂ.51000/- રોકડા આપીને તેમનું સન્માન કરાયું હતું. ત્યારબાદ શ્રીસ્વામીજી સચ્ચિદાનંદજીનું પણ બુકે , મોમેન્ટો,ખેશ , ફ્રુટની છાબડી સાથે ટીમ સરદારધામના મિત્રો દ્વારા સન્માન કરાયું હતું. સાથોસાથ સાંપ્રત કોરોનાની સ્થિતિમાં નાગરિકોને ઉપયોગી માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન (મોટીવેશન) મળે તે હેતુથી પૂજ્ય સ્વામીજી દ્વારા વિષયને અનુરૂપ ટૂંકું પ્રવચન અપાયું હતું.

આ કાર્યક્રમમાં સુરતથી શ્રી લવજીભાઇ ડાલીયા, શ્રી દિનેશભાઇ નારોલા, શ્રી સી.પી.વાનાની તેમજ સરદારધામ ટીમના શ્રી જ્યંતિભાઇ પટેલ અને શ્રી નટુભાઇ પટેલ (મેઘમણી ગ્રૂપ), શ્રી બી.કે.પટેલ (ડાયનેમીક) , CA બી.કે.પટેલ, સી.ઇ.ઓ.શ્રી એચ.એસ.પટેલ IAS (Retd.), પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરિયા તેમજ ટીમના અન્ય મિત્રો અને કામિનીબેનનો પરિવાર હાજર રહ્યાં હતાં. સરદારધામ પ્રમુખ સેવક ગગજી સુતરિયા દ્વારા કાર્યક્રમમાં એક મોટી જાહેરાત કરાઇ હતી કે આગામી સમયમાં સંસ્થામાં વિરાંગના કામિનીબેન પટેલના નામે દીકરીઓ માટે તાલીમ કેંદ્ર શરૂ કરવામાં આવશે. કાર્યક્રમને અંતે સંસ્થાના માનદ્દ મંત્રી CA બી.કે.પટેલે ઉપસ્થિત સૌનો તેમજ મીડીયાના તમામ મિત્રોનો આભાર વ્યકત કર્યો.

Related posts

મેકઅપ દૂર કરવા માટે રિમૂવરને બદલે આ કુદરતી વસ્તુઓનો કરો ઉપયોગ

Vivek Radadiya

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ રાજીનામુ આપ્યું….

Abhayam

આમ આદમી પાર્ટીના આ 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા…

Abhayam