Abhayam News
AbhayamNews

સુરતમાં બની ‘બચપન કા પ્યાર’ નામની મીઠાઈ…

  • ‘બચપન કા પ્યાર’ નામની મીઠાઈનું 850 રૂ. કિલોના ભાવે વેચાણ.
  • સુરતમાં બની ‘બચપન કા પ્યાર’ નામની મીઠાઈ.
  • માર્કેટમાં અનોખા પ્રકારની મીઠાઈઓ જોવા મળી.
  • ‘બચપન કા પ્યાર’ મીઠાઈ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની.
  • સોનાની મીઠાઈ પણ મળી રહી છે.
  • મીઠાઈ ટેસ્ટ કરતાં જ ગ્રાહકો આકર્ષિત થઈ જાય છે.
  • મીઠાઈની બનાવટ સામે લોકો રૂપિયા ખર્ચવા પણ તૈયાર..

રક્ષાબંધનના આ તહેવારમાં સુરતમાં જોવા મળી છે અનોખી મીઠાઈ. આ વર્ષે મીઠાઇની એક દુકાનમાં નવી અનોખી મીઠાઈ જોવા મળી છે. સોનાની મીઠાઈ છેલ્લાં ત્રણ વર્ષથી ચર્ચામાં રહી છે.

આ વર્ષે સોનાની મીઠાઈની સાથે કાર્બનમાંથી બનેલી ચારકોલ કાજુકતરી, બબલ્સ ગમ અને હાલમાં જ ખૂબ ચર્ચામાં રહેલું ‘બચપન કા પ્યાર’ ગીત હવે મીઠાઈ સ્વરૂપે પણ જોવા મળ્યું છે. ભાઈ-બહેનના બાળપણના પ્યારની યાદ આપે એવી મીઠાઈ બનાવી છે, જે ખૂબ આકર્ષણ જગાવી રહ્યું છે.

સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનમાં કાર્બનમાંથી બનેલી ચારકોલ કાજુકતરી, બબલ્સ ગમની બચપન કા પ્યાર નામથી મીઠાઈનું વેચાણ જોવા મળી રહ્યું છે, જેમાંથી બચપન કા પ્યાર મીઠાઈ લોકો માટે હાલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ મીઠાઈ ખાસ ભાઈ-બહેન વચ્ચેનો બાળપણનો પ્રેમ અને એની યાદો ફરી તાજી થાય એ પ્રકારે બનાવી છે.

મીઠાઈ વેચનાર રાધાબહેને જણાવ્યું હતું કે વર્ષો પહેલાં બબલ્સની એક ચ્યુઇંગ ગમ આવતી હતી, જે હવે નથી મળતી અને એનો જે સ્વાદ હતો એ સ્વાદ સાથેની મીઠાઈ બનાવી છે, જે નામ ‘બચપન કા પ્યાર’ નામ આપવાનું નક્કી કર્યું હતું.

કાજલ જરીવાલા (ગ્રાહક)એ જણાવ્યું હતું કે સુરતની આ ચડિયાતી મીઠાઈ તમારા મોંમાં પાણી લાવી દેશે. લોકો તહેવારોમાં તો વિશેષ મીઠાઈ ખાવાની પસંદ કરતા હોય છે, કારણ કે મીઠાઈ તહેવારનો આનંદ વધુ વધારે છે, જેને કારણે જ લોકો મીઠાઈ પાછળ રૂપિયા ખર્ચવામાં બહુ વિચાર કરતા નથી. આ મીઠાઈ થોડી મોંઘી છે. 850 રૂ. કિલો મીઠાઈ છે, પરંતુ મીઠાઈની બનાવટ સામે લોકો આ રૂપિયા ખર્ચવા પણ તૈયાર થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વરાછામાં નવા શૈક્ષણિક સત્રથી સરકારી વિજ્ઞાન કૉલેજ શરૃ કરવા લીલીઝંડી…

Abhayam

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમ્યાન ગર્ભગૃહમાં 4 દિગ્ગજોને જ એન્ટ્રી

Vivek Radadiya

Gujarat Weather: ફરી એક પરેશ ગોસ્વામીની આગાહી

Vivek Radadiya