Gujarat Weather: ફરી એક પરેશ ગોસ્વામીની આગાહી અમદાવાદ: રાજ્યમાં ભરશિયાળે ત્રાટકેલા ઘાતકી માવઠાને લીધે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કરા સાથે પડેલા વરસાદ અને ભારે પવનને લીધે ખૂબ નુકસાન થયું છે. ખાસ કરીને, પાકને થયેલા નુકસાનને પગલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. બીજી બાજુ, માવઠાના માર બાદ હવે કાતિલ ઠંડી કહેર વર્તાવશે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. બીજી બાજુ, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી સમયમાં રાજ્યના હવામાનને લઇને મોટી આગાહી કરી છે. તેમણે આગામી સમયમાં હવામાનમાં આવનારા પલટા અને માવઠા અંગે આગાહી કરી છે. ચાલો, જોઇએ આગામી સમયમાં કઇ-કઇ તારીખોમાં સાચવવું પડશે?

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમની યુ-ટ્યુબ ચેનલ પર શેર કરેલા વીડિયોમાં જણાવ્યું કે, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો અને માવઠું મોટું હતું. આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઇ ગઇ છે. હવે આપણે માવઠાના ખતરામાંથી ચોક્કસ મુકત થયા છીએ, પરંતુ હજુ આપણે તકલીફ એ ભોગવવાની છે કે આજે બપોર સુધી અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ઘણી જગ્યાએ આકાશ ખુલ્લું જોવા મળશે અને તડકો નીકળી જશે. પરંતુ હજુ ઘણા વિસ્તારો એવા છે જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. એક મોટી સિસ્ટમ આપણા પરથી પસાર થઇ છે જેના કારણે છૂટાછવાયા એકલ દોકલ જગ્યાએ છાંટા કે ઝાપટા પડી શકે છે. જોકે, હવે કોઇ મોટું માવઠું થાય કે નુકસાન થાય તેવી શક્યતાઓ હમણા 30 તારીખ સુધી નથી. પરંતુ ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડી જાય એ વાત અપવાદ રહેશે.
Gujarat Weather: ફરી એક પરેશ ગોસ્વામીની આગાહી

તેમણે કહ્યું કે, સાથે જ હાલ તાપમાન ઘણું નીચું આવી ચૂક્યું છે. લગભગ 5થી 6 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે. આ તાપમાનમાં આજથી એક ડિગ્રીનો વધારો થશે. બાકી કોઇ મોટો વધારો નહીં થાય. રાબેતા મુજબ હવે તાપમાન નીચું રહેવાનું છે. પવનની ગતિ માવઠા દરમિયાન વધી હતી. તે પણ હવે સાવ સામાન્ય થઇને 9થી 14 કિલોમીટર પ્રતિકલાકની જોવા મળે તેવી શક્યતાઓ છે. 30 તારીખ સુધી આ પ્રકારનું હવામાન રહેવાનું છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, જોકે ડિસેમ્બરના શરૂઆત દિવસો એટલે કે 1થી 5 ડિસેમ્બરમાં પણ ફરીથી હવામાનમાં કદાચ પલટો આવી શકે છે. જોકે, આ પલટો આવશે તો આટલું મોટું માવઠું નહીં હોય. તેથી કોઇ મોટી ચિંતા કે ડર નથી, પણ છૂટાછવાયા, હળવા ઝાપટાઓ 1થી 5 ડિસેમ્બરમાં પણ પડે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે