Abhayam News
AbhayamNews

વરાછામાં નવા શૈક્ષણિક સત્રથી સરકારી વિજ્ઞાન કૉલેજ શરૃ કરવા લીલીઝંડી…

વર્ષ-2022-23 થી કૉલેજ શરૃ કરવા 17 ના સ્ટાફનું મહેકમ મંજુર : બિલ્ડીંગ બને ત્યાં સુધી મ્યુનિ.ની શાળામાં ચલાવાશે..

સુરતના વરાછા વિસ્તારમાં નવા શૈક્ષણિક વર્ષ 2022-23 થી સરકારી વિજ્ઞાન કોલેજ શરૃ કરવા માટે રાજય સરકારમાંથી લીલીઝંડી મળી ગઇ છે. શિક્ષણ સચિવ દ્રારા દરખાસ્ત કરાતા જ 17 સ્ટાફના મહેકમ સાથે કોલેજમાં પ્રવેશ કાર્ય આવનારા વર્ષથી શરૃ થઇ જશે.

આ નવી કોલેજ માટે જયાં સુધી બિલ્ડીંગ નહીં બને ત્યાં સુધી પાલિકાની જે પણ ખાલી શાળાઓ છે. ત્યાં કોલેજ શરૃ કરવામાં આવશે. 

સુરતના વરાછા વિસ્તારમાં પણ એક સરકારી વિજ્ઞાાન કોલેજ શરૃ કરવા માટે જોરશોરથી માંગ ઉઠી હતી. વિદ્યાર્થી પ્રતિનિધિઓની સાથે જ નેતાઓ દ્વારા પણ સરકારમાં રજુઆતો પર રજુઆતો થઇ હતી. દરમ્યાન ઉચ્ચ શિક્ષણ કમિશ્નર દ્વારા સુરતના વરાછા સહિત રાજયની સાત સરકારી કોલેજ શરૃ કરવા મંજુરી આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનું મૌજુ ફરી વળ્યુ હતુ.

આ નવી કોલેજ શરૃ કરવા માટે આચાર્ય સહિત ટીચીંગ, નોન ટીચીંગ સહિત 17 ના સ્ટાફનું મહેકમ પણ મંજુર થઇ ગયુ છે. અને આગામી શૈક્ષણિક વર્ષ 2022-23 થી કોલેજમાં પ્રવેશ કાર્ય પણ શરૃ થઇ જશે.

સરકારી શાળા કોલેજ શરૃ કરવા માટે  વિદ્યાર્થી સંગઠનો, સેનેટ, સિન્ડીકેટ સભ્યો દ્વારા રજુઆતો પર રજુઆતો થતા આજે પરિણામ મળ્યુ છે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વોટ્સએપ લાવી રહ્યુ છે નવુ ફિચર

Vivek Radadiya

રાકેશ અસ્થાના દિલ્હીના પોલીસ કમિશનર બનતાની સાથે જ કરી નાખ્યું આ મોટું કામ…

Abhayam

ગીર-સોમનાથમાંથી ઝડપાયો મહાઠગ

Vivek Radadiya