Abhayam News
AbhayamNews

ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ થતા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક, આ નિયંત્રણો લાગી શકે છે…

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઇને ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળી છે. ગઈ કાલે 394 કેસ કોરોના બહાર આવતા તેમજ ઓમિક્રૉન કેસનો આંકડો 78 સુધી પહોંચી જતાં કેબિનેટ બેઠકમાં કોરોનાની ગાઈડલાઈનની ચર્ચા થઈ રહી છે.

CMની અધ્યક્ષતામાં મંત્રીઓ સાથે વિચારણા કરવામાં આવી રહી છે કે કોરોનાની વકરતી સ્થિતિમાં કેવા નિયંત્રણો લગાડવા?

હેર કાર્યક્રમો પર નિયંત્રણ…..


રાજકીય મેળાવડા નિયંત્રણ…..

કોરોના કેસમાં અચાનક મોટો ઉછાળો આવતા હવે ગુજરાતની દરેક મહાનગરપાલિકાઓ સતર્ક બની ગઈ છે.

ગઈ કાલે સુરત તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના વધતાં પ્રકોપને લીધે સુરતમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જેથી હવે સુરતમાં 4 લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

સુરતમાં સભા કે સરઘસ કાઢવાનો પણ મનાઈ હુકમ પારિત કરી દેવામાં આવ્યો છે. 11 જાન્યુઆરી સુધી 144ની કલમ લાગુ રહેશે તેવુ જાહેરનામું સુરત પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. અને સાથે કડક આદેશ અને અમલવારીના પણ ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા. 


લોકો માસ્ક પહેરે તે માટે મેગા પોલીસ ડ્રાઈવ…

રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારના ગૃહ   વિભાગે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અને નિયંત્રણો અમલમાં મુક્યા છે. આ અમલ 10 ડિસેમ્બર અને 20 ડિસેમ્બરની ગાઇડલાઇનની જેમ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવેલ છે

.1) 31 ડિસેમ્બર 2021 સુધી અમદાવાદ શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, વડોદરા શહેર, જૂનાગઢ શહેર, જામનગર શહેર, ભાવનગર શહેર અને ગાંધીનગર શહેરમાં દરરોજ રાત્રિના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે.આ 8 શહેરોમાં તમામ દુકાન, રેસ્ટોરન્ટ, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડિયક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર અને અન્ય વ્યાપારિક ગતિવિધિ હાલ રાત્રે 12 કલાક સુધી ખુલ્લા રાખી શકાતા હતા.

જોકે તેમાં ફેરફાર કરતા રાત્રે 11 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. આ ગાઇડલાઇન 30 નવેમ્બરના હુકમોની અન્ય બાબતો 31 ડિસેમ્બર સુધી યથાવત્ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

હું પણ આ રીતે જ ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો હતો

Vivek Radadiya

સેવા-સુરતનાં સૈનિકોએ સૌરાષ્ટ્રનાં આંતરીયાળ ગામડાઓમાં પહોંચી સેવાની ધૂણી ધખાવી..

Abhayam

સો સો સલામ આ પોલીસ જવાનને તમે પણ કહેશો વાહ વાહ :-વાંચો સમગ્ર ઘટના..

Abhayam

2 comments

Comments are closed.