Abhayam News
AbhayamNews

આમ આદમી પાર્ટીના ઈટાલીયા-ઈશુદાન સહિત 64 કાર્યકર્તા 10 દિવસથી જેલમા બંધ…..

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કમલમ ભાજપ કાર્યાલય જઈને વિરોધ કરીને અસિત વોરાના રાજીનામાની માગણી કરવામાં આવી હતી.

આ મામલે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ અને નીખીલ સવાણી સહિત 500 લોકોના ટોળા સામે ભાજપ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તો બીજી તરફ ભાજપની મહિલા નેતાઓએ આક્ષેપ કર્યા હતા કે ઈશુદાન ગઢવી ડ્રીંક કરીને વિરોધ કરવા માટે આવ્યા હતા અને તેમને મહિલાઓની છેડતી કરી છે.

છેલ્લા 10 દિવસથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ અને નીખીલ સવાણી સહિતના 64 કાર્યકર્તાઓ જેલમાં બંધ છે. ,

આમ આદમી પાર્ટીના કમલમ પરના વિરોધ બાદ પોલીસ દ્વારા કુલ 93 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 93 લોકોમાં 28 મહિલા કાર્યકર્તાઓ પણ હતી. પહેલી વખત કોર્ટે મહિલા કાર્યકર્તાઓના પણ જામીન ફગાવી દીધા હતા.

તેથી તેમને એક રાત સાબરમતી જેલમાં રહેવું પડ્યું હતું. ત્યારબાદ બીજી વખત જ્યારે આમ આદમી પાર્ટીના તમામ નેતા અને કાર્યકર્તાઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે 28 મહિલા અને 1 પુરુષ કાર્યકર્તાને શરતી જમીન આપવામાં આવ્યા હતા. તો બીજી તરફ 64 લોકોને જમીન ન મળતા તેમને જેલમાં મોકલી દેવામા આવ્યા હતા.

તો બીજી તરફ સરકાર વકીલ દ્વારા દલીલ કરવમાં આવી હતી કે, આ આરોપીઓએ ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે. તેમની સામે મહિલાઓની છેડતીની ફરિયાદ છે. જ્યારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે પરિસરમાં નારેબાજી થઇ હતી. આ કોર્ટનું અપમાન કહેવાય.

આ ઉપરાંત 6 આરોપીઓ સામે અગાઉ પણ ફરિયાદ છે. આરોપીને જામીન આપવામાં અવે તો આગામી સમયમાં બાઈબ્રન્ટ સમિટ આવે છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉભી થાય તેમ છે. આ ઉપરાંત જો કોર્ટ દ્વારા જામીન આપવામાં આવે તો આરોપીઓ ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં ન આવી શકે તે બાબતે પણ વિચારવામાં આવે.

આ તમામ નેતાઓને જામીન મળે તે માટે આમ આદમી પાર્ટીના વકીલ દ્વારા કોર્ટમાં જામીન બાબતે રજૂઆત કરવામાં આવી છે કે, આ તમામ લોકો પોલિટીકલ એક્ટીવીસ્ટ છે. ગુનેગાર નથી. જેમાં 18 વર્ષથી લઇને 69 વર્ષના લોકો સામેલ છે.

તેઓ કમલમમાં હેડ ક્લાર્ક પેપર લીક બાબતે આવેદન આપવા માટે ગયા હતા. આ ઉપરાંત લીકર રિપોર્ટ મુદ્દે તપાસ અધિકારીની ઓફીડેવિટમાં કોઈ પણ માહિતી આપવામાં આવી નથી. તેથી FIRને તદ્દન સાચી માની શકાય નહીં.

આ ઉપરાંત 500 લોકો પર FIRના એક સરખી કલમો લગાવામાં આવી છે. આ ઉપરાંત જે લોકો સામે ગુનાહિત ઈતિહાસ બતાવવામાં આવે છે તેમની સામે રાજકીય ગુનાઓ છે. તેથી કોર્ટ જે શરતો સાથે જામીન આપશે તે શરતોનું પાલન કરવા માટે અમે તૈયાર છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

GAS કેડરમાં બદલીનો ઘાણવો

Vivek Radadiya

ખરાબ પિચને કારણે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલમાં હારી ગઈ? 

Vivek Radadiya

હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશમાં કરશે કોંગ્રેસ માટે ચૂંટણીનો પ્રચાર…

Abhayam