સુપ્રીમ કોર્ટે ભારતીય ચાર્ટડ એકાઉન્ટટ્સ (આઈસીએઆઈ) ની પરીક્ષા 5 જુલાઈથી શરુ કરવાની મંજૂરી આપી દીધી છે.
5 જુલાઈથી સીએની પરીક્ષા શરુ કરવાની મંજરી આપતા સુપ્રીમ કોર્ટે કોરોના મહામારીને કારણે ઓપ્ટ આઉટ વિકલ્પ અંગે પણ કેટલીક શરતો મૂકી છે.
5 જુલાઈથી યોજાશે CA ની પરીક્ષા…
સુપ્રીમ કોર્ટે આપી દીધી મંજૂરી….
.
વિદ્યાર્થીઓને ઓપ્ટ આઉટનો વિકલ્પ પણ અપાયો…..
સુપ્રીમની ખંડપીઠે એવું પણ જણાવ્યું કે RT-PCR ટેસ્ટ રિપોર્ટ સાચો હોય તે જરુરી નથી. તેથી જો કોઈ અરજદારને ડોક્ટર તરફથી કોરોનાનું પ્રમાણપત્ર મળતું હોય તો તેમને RT-PCR ટેસ્ટ રિપોર્ટ રજૂ કરવાની જરુર નથી.
જે વિદ્યાર્થીને કોરોના થયો હશે તેમને મળશે ઓપ્ટ આઉટનો વિકલ્પ….
ઓપ્ટ આઉટનો વિકલ્પ એટલે પછીથી પરીક્ષામાં બેસવું….
જસ્ટિસ એએમ ખાનવિલકારા, દિનેશ માહેશ્વરી અને અનિરૃદ્ધ બોસની એક ખંડપીઠે જણાવ્યું કે જો કોઈ પરીક્ષાર્થી અથવા તેમના પરિવારના કોઈ સભ્યને કોરોના થયો હોય તો તેમને RT-PCR ટેસ્ટને આધારે ઓપ્ટ આઉટનો વિકલ્પ આપી શકાય છે. જોકે આવા કિસ્સામાં પરીક્ષાર્થીઓએ RT-PCR ટેસ્ટ રિપોર્ટ અપલોડ કરવો પડશે.
સુપ્રીમ કોર્ટ સ્પસ્ટ કરી ચૂકી છે કે જુલાઈમાં શરુ થનારી સીએ 2021 ની પરીક્ષા મોકૂફ રાખવાના સંબંધમાં કોઈ આદેશ નહીં આપે. પરંતુ કોરોના પ્રતિબંધોને કારણે પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓને ઓપ્ટ આઉટ વિકલ્પ આપવાની અરજીને ધ્યાનમાં લેવા સુપ્રીમે તૈયારી દાખવી છે…
જો કોઈ પરીક્ષાર્થીને પરીક્ષા વખતે કોરોના થાય અને તે પરીક્ષા આપી શકે તેવી સ્થિતિમાં ન હોય તો તેને પણ ઓપ્ટ આઉટ થવાની પરમિશન મળશે. સુપ્રીમની ખંડપીઠે જણાવ્યું કે જો છેલ્લી ઘડીએ પરીક્ષા સેન્ટરમાં કોઈ ફેરફાર થાય તો તો પણ વિદ્યાર્થીઓને ઓપ્ટ આઉટનો વિકલ્પ આપવો પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…