Abhayam News
AbhayamNews

ધોરણ 10ની પરીક્ષાનું ગુજરાતમાં સૌથી સારું રિઝલ્ટ સુરતનું, મહેનત કરનાર વિદ્યાર્થીઓમાં અસંતોષ.

કોરોના નીં બીજી વેવ નો સમય ધીમે ધીમે પૂરો થઈ રહ્યો છે ત્યાર બાદ આજ ધોરણ ૧૦ ના વિદ્યાર્થી નું પરિણામ જાહેર થયું.ગુજરાત માં સુરત ની અંદર ધોરણ ૧૦ માં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી ની સંખ્યા ૨૨૯૧ છે છતાં પણ વિધ્ય્રથીઓમાં નારાજગી જોવા મળી છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો પરીક્ષા લેવાઈ હોત તો વધુ સારું પરિણામ મળત..

કેન્દ્રમાં ધોરણ 10ના 84 હજાર વિદ્યાર્થીઓ હતા. સુરતમાં રેકોર્ડબ્રેક 2991 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ મેળવ્યાં છે. જે રાજ્યમાં સૌથી વધુ છે. કોરોના સંક્રમણને કારણે રાજ્ય સરકાર દ્વારા પરીક્ષાને લઇને જે નિર્ણય લીધો હતો તેને લઈને પણ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જે વિદ્યાર્થીઓ રેન્કર છે અને મહેનત કરીને સારા માર્ક્સ મેળવવા માટે પ્રયાસ કરતા હોય છે તેમના માટે આ ધારવા કરતા ઓછું પરિણામ આવ્યું હોય એવી લાગણી દેખાઈ રહી છે.

આજે વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાં જઈને ટેમ્પરરી માર્કશીટ મેળવી હતું. સુરત શહેરનું પરિણામ પણ ખૂબ જ સારું આવ્યું છે. તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે. પરંતુ વિદ્યાર્થીઓ કે જેવો મહેનત કરતા હતા તેમને આશા હતી કે સરકાર ઓફલાઈન પરીક્ષા લેશે. પરંતુ આખરે પરીક્ષા ન લેવાતા સરકારે જે નિયમો ની જાહેરાત કરી હતી તેને આધારે શાળાના શિક્ષકો દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવ્યા છે.

પરિણામ જોતા એવું લાગે છે કે જે વિદ્યાર્થીઓ વધુ મહેનત નથી કરતાં તેઓ પણ સરળતાથી પાસ થઈ ગયા છે.જે પરિણામ આપવામાં આવ્યું છે તે ધોરણ 9માં લેવાયેલી એકમ કસોટીઓ તેમજ ધોરણ 10માં લેવાયેલી એકમ કસોટી, સામાયિક કસોટી તેમાં આવેલા પરિણામને આધારે અત્યારે વિદ્યાર્થીઓને પરિણામ આપવામાં આવ્યું છે. જોકે જે વિદ્યાર્થીને પોતાના પરિણામથી સંતોષ ન થયો હોય તે વિદ્યાર્થી ઓફલાઈન પરીક્ષા પણ આપી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

હોમ મિનિસ્ટ્રીએ જાહેર કર્યો નંબર:-હવે ઓનલાઇન ફ્રોડની તુરંત ફરિયાદ કરી શકશો..

Abhayam

ઉત્તરકાશી ટનલ રેસ્ક્યૂની થઇ રહી છે પ્રશંસા

Vivek Radadiya

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું PM મોદીએ સ્વાગત કર્યું 

Vivek Radadiya