Abhayam News
Abhayam News

ઓક્સિજન બંધ કરી આ હોસ્પિટલમાં મોક ડ્રિલ કરાતા આટલા દર્દીઓના મોત થયા..

આગ્રામાં ભગવાન થિયેટર સ્થિત પારસ હૉસ્પિટલમાં 26 એપ્રિલે સવારે 7 વાગ્યે ઓક્સિજન બંધ કરવાની મોકડ્રીલ કરવામાં આવી હતી. આ દરમિયાન હૉસ્પિટલમાં 96 દર્દી એડમિટ હતા. તેના 4 વીડિયો વાયરલ થયા છે, જેમાં પારસ હૉસ્પિટલના સંચાલક ડૉ. અરિન્જય જૈન બતાવી રહ્યા છે કે આ મોકડ્રીલમાં 22 લોકોના મોત થઈ ગયા. 74 દર્દી બચ્યા જેમના સંબંધીઓ પાસેથી ઓક્સિજન મંગાવવામાં આવ્યા. આ સંબંધે DMનું કહેવું છે કે 4 મોત થયા હતા, આ બાબતે ન્યાયિક તપાસ કરાવવામાં આવશે

વીડિયોમાં ડૉ. અરિન્જય જૈન સ્વીકારી રહ્યા છે કે દર્દીઓ ઓછા કરવા માટે મોકડ્રીલ કરવામાં આવી હતી, જેમાં દર્દીઓનો ઓક્સિજન પુરવઠો શૂન્ય કરી દેવામાં આવ્યો. આ દરમિયાન 5 મિનિટમાં 22 દર્દીઓના મોત થઈ ગયા. ગત વર્ષે એપ્રિલ 2020મા પારસ હૉસ્પિટલના સંચાલક ડૉ. અરિન્જય જૈન અને મેનેજર વિરુદ્ધ DM પ્રભુ એન. સિંહે મહામારી ફેલાવવાના આરોપમાં કેસ દાખલ કરાવ્યો હતો. આરોપ હતો કે હૉસ્પિટલે પ્રશાસનને જાણકારી આપ્યા વિના કોરોનાના દર્દીઓને એડમિટ કરાવ્યા હતા. પછી તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા. તેનાથી 10 જિલ્લાઓમાં સંક્રમણ ફેલાયું હતું.

હૉસ્પિટલમાં 10 મહિના સુધી કોરોનાના દર્દીઓ પર પ્રતિબંધ લાગ્યો હતો. પછી શાસન સ્તરથી એક જનપ્રતિનિધિના જામીન પર કેસ બંધ થઈ ગયો. એપ્રિલમાં ફરી પારસ હૉસ્પિટલને કોવિડ દર્દીઓને એડમિટ કરવાની મંજૂરી મળી ગઈ. ડૉ. અરિન્જય જૈનનું કહેવું છે કે આ વીડિયો 28 એપ્રિલનો છે. મોકડ્રીલનો અર્થ ઓક્સિજનનો પુરવઠો તપાસવાનો હતો. ઓક્સિજન બંધ કરવામાં આવી નહોતી. 22 દર્દીઓના મોત થયા નથી. વીડિયોને જોડીતોડીને રજૂ કરવામાં આવી રહ્યો છે

આગ્રાના જિલ્લા અધિકારી પ્રભુ એન સિંહનું કહેવું છે કે 26 અને 27 એપ્રિલના રોજ ઓક્સિજનની થોડી અછત થઈ હતી, જેને અમે 48 કલાકમાં સામાન્ય કરી દીધી હતી. પારસ હૉસ્પિટલમાં 26 એપ્રિલના રોજ કોરોનાના 4 દર્દીઓના મોત થયા છે. કોઈ પણ મોત ઓક્સિજનની અછતના કારણે થયું નથી. તો ICUમાં અન્ય દર્દી પણ એડમિટ હતા. 22 દર્દીઓના મોતની વાત સાચી નથી, પરંતુ ન્યાયિક તપાસ કરાવવામાં આવશે

સોશિયલ મીડિયા પર સોમવારે પારસ હૉસ્પિટલના સંચાલક ડૉ. અરિન્જય જૈનના 4 વીડિયો વાયરલ થયા છે. જેમાં તે 26 એપ્રિલની ઘટના બાબતે પોતાના સ્ટાફને નિવેદન આપી રહ્યા છે કે કઈ રીતે તેમણે ઓક્સિજન સંકટ પ્રયોગ કર્યા. વીડિયો વાયરલ થયા બાદ આગ્રાથી લઈને લખનૌ સુધી અફરાતફરી મચી જવા પામી છે. આ ઘટના ત્યારની છે જ્યારે શહેરમાં સંક્રમણની બીજી લહેર ચરમ સીમા પર હતી. ઓક્સિજન અને બેડ માટે હાહાકાર મચી જવા પામ્યો હતો. કોવિડ હૉસ્પિટલોમાં દર્દીઓને એડમિટ કરવા માટે જગ્યા નહોતી..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનો સરકારી ભરતીને લઇ મોટો નિર્ણય…..

Abhayam

હેડકલાર્ક પેપરલીક કાંડમાં મોટો ખુલાસોઃ પેપર ફોડનારનું નામ આવ્યું સામે, પરીક્ષા રદ્દ થવાની સંભાવના…

Abhayam

સવજી ધોળકિયા પરિવારે 50 કરોડનું હેલિકોપ્ટરનું સરપ્રાઈઝ આપતા જાણો એ શું કહ્યું….

Abhayam

Leave a Comment